અફઘાનિસ્તાનની વધુ એક મસ્જિદમાં હુમલો : 32 લોકો માર્યા ગયા, 40 થી વધુ ઘાયલ

અફઘાનિસ્તાનની વધુ એક મસ્જિદમાં હુમલો : 32 લોકો માર્યા ગયા, 40 થી વધુ ઘાયલ

10/15/2021 World

SidhiKhabar

SidhiKhabar

અફઘાનિસ્તાનની વધુ એક મસ્જિદમાં હુમલો : 32 લોકો માર્યા ગયા, 40 થી વધુ ઘાયલ

કાબુલ: અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન સ્થપાયા બાદ બોમ્બ બ્લાસ્ટ અને હુમલાઓ જાણે સામાન્ય વાત બની ગઈ છે. છેલ્લા 7 દિવસમાં અફઘાનિસ્તાનમાં વધુ એક મસ્જિદમાં હુમલો થયો છે. જેમાં રિપોર્ટ અનુસાર 32 લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે 40 ને ઈજા પહોંચી છે. આ આંકડો વધી પણ શકે છે.

આ હુમલો અફઘાનિસ્તાનના મોટા શહેરો પૈકીના એક કંધારમાં થયો છે. અહીં એક શિયા મસ્જિદમાં શુક્રવારની નમાઝ દરમિયાન એક પછી એક ત્રણ બ્લાસ્ટ થયા હતા, જેમાં અત્યાર સુધી 32 લોકો માર્યા ગયાના સમાચાર છે, જયારે 40 લોકો ઘાયલ થઇ ગયા હતા. આ મસ્જિદ કંધારની સૌથી મોટી મસ્જિદ હોવાનું જાણવા મળ્યું છે.


કોઈ સંગઠને જવાબદારી ન લીધી

જોકે, હજુ સુધી કોઈ પણ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. માનવામાં આવી રહ્યું છે કે આ આત્મઘાતી હુમલો હોય શકે. હાલ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

નોંધવું મહત્વનું છે કે ગત શુક્રવારે પણ કુંદુઝ શહેરમાં આવેલ એક મસ્જિદમાં નમાઝ દરમિયાન બ્લાસ્ટ થયો હતો, જેમાં પચાસ લોકો માર્યા ગયા હતા અને દોઢસો જેટલા લોકોને ઈજા પહોંચી હતી.  આ હુમલાની જવાબદારી ISIS-K સંગઠન દ્વારા લેવામાં આવી હતી.


આ હુમલા પાછળ પણ ISIS-K જવાબદાર હોવાની આશંકા

આ હુમલા પાછળ પણ ISIS-K જવાબદાર હોવાની આશંકા

આ હુમલા પાછળ ISIS-K જવાબદાર હોય તેમ માનવામાં આવી રહ્યું છે. ISIS-ખુરાસાન કુખ્યાત આતંકી સંગઠન ISIS ની જ એક શાખા છે, જે અફઘાનિસ્તાનમાં સક્રિય છે. જે સતત શિયા મુસ્લિમોને નિશાન બનાવી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન સ્થપાયા બાદ ISIS દ્વારા આ પ્રકારના હુમલાઓ વધારી દેવામાં આવ્યા છે. જોકે, હાલ આ હુમલાની જવાબદારી કોઈ સંગઠન દ્વારા લેવામાં આવી નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top