વડોદરાની કંપનીમાં બોઈલર ફાટતા પ્રચંડ વિસ્ફોટ, દોઢ કિમી દૂર બિલ્ડીંગના કાચ તૂટ્યા : 4 ના મોત

વડોદરાની કંપનીમાં બોઈલર ફાટતા પ્રચંડ વિસ્ફોટ, દોઢ કિમી દૂર બિલ્ડીંગના કાચ તૂટ્યા : 4 ના મોત

12/24/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

વડોદરાની કંપનીમાં બોઈલર ફાટતા પ્રચંડ વિસ્ફોટ, દોઢ કિમી દૂર બિલ્ડીંગના કાચ તૂટ્યા : 4 ના મોત

વડોદરા: વડોદરાની મકરપુરા GIDCમાં આવેલ કેન્ટોન લેબોરેટરીઝમાં આજે સવારે બોઈલર ફાટતા એક વિસ્ફોટ થયો હતો, જેમાં ચાર લોકોના મોત થયા છે તેમજ 14 લોકોને ઈજા પહોંચી છે. બ્લાસ્ટના પગલે આગ પણ લાગી ગઈ હતી, જેમાં કેટલાક લોકો દાઝ્યા હતા. 

વડોદરાના વડસર બ્રિજ નજીક આવેલ કેન્ટોન લેબોરેટરીઝમાં આ ઘટના બની છે. ઘટના બાદ તાત્કાલિક ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગના કર્મચારીઓએ આવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો તેમજ ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. તેમજ ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 


કંપનીના પરિસરમાં કામદારોને રહેવા માટે વસાહત બનાવવામાં આવી હતી. બોઈલર આ વસાહતની નજીક ફાટ્યું હતું જેના કારણે આસપાસ રમતા બાળકો પણ દાઝ્યા હતા. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે કંપનીની આસપાસ આવેલ ઘરોની દીવાલ તૂટી ગઈ હતી તો દોઢ કિલોમીટર દૂર આવેલ બિલ્ડીંગના કાચ તૂટી ગયા હતા. 


બોઈલરમાં તાપમાનનું સંતુલન ન જળવાતા અને વધુ ગરમ થઇ જતા તે ફાટ્યું હોવાનું અનુમાન છે. હાલ આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે તેમજ કંપનીનો વીજ પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો છે.

આ ઘટનામાં મૃત્યુ પામનાર પૈકી એક માતા અને તેની પુત્રી સામેલ છે. અન્ય પણ બે લોકોના મોત થયા છે જ્યારે 14 લોકો ઘાયલ થયા હતા. હાલ બ્લાસ્ટ થયેલ બોઈલર નીચે કામદારો દટાયેલા હોવાની આશંકા સાથે ક્રેન દ્વારા કાટમાળ હટાવીને શોધખોળ હાથ ધરવામાં આવી છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top