ખેડામાં મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત, ટેન્કર સાથે અથડાતા કારનો કચ્ચરઘાણ વળી ગયો, ચારના મોત

ખેડામાં મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત, ટેન્કર સાથે અથડાતા કારનો કચ્ચરઘાણ વળી ગયો, ચારના મોત

12/10/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ખેડામાં મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત, ટેન્કર સાથે અથડાતા કારનો કચ્ચરઘાણ વળી ગયો, ચારના મોત

ખેડા: ખેડા જિલ્લાના કઠલાલથી કપડવંજ જતા માર્ગે એક કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત થતા ચાર લોકોના મોત થયા હતા. આ ગંભીર અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને ચાર લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. 


કાર કપડવંજથી કઠલાલ તરફ જઈ રહી હતી. દરમ્યાન, પોરડા પાસે એક ટેન્કરને ઓવરટેક કરવા જતા કાર અથડાઈ હતી. કારની ઝડપ વધુ હોવાના કારણે અકસ્માતે ગંભીર રૂપ લીધું હતું અને કાર ઓળખાવા જેવી હાલતમાં પણ રહી ન હતી. પરિણામે અંદર સવાર લોકો ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા અને થોડી જ ક્ષણો બાદ ચાર લોકોએ વારાફરતી દમ તોડી દીધો હતો. 

ઘટના બાદ તાત્કાલિક આસપાસના સ્થાનિકોએ દોડી આવીને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પોલીસે અન્ય લોકોની મદદથી મૃતદેહો કારની બહાર કાઢીને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. 

અકસ્માતમાં ચાર લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૃતકો પૈકી બે વ્યક્તિ સુરેન્દ્રનગરના લખતરના અને બે વ્યક્તિઓ અમદાવાદના વિરમગામના ચેજરા અને વસવલિયાના રહેવાસી છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top