સુરત : દુષ્કર્મ કેસમાં વધુ એકને અંતિમ શ્વાસ સુધીની સજા, સજા સાંભળતા જ દોષિતે જજ પર ચંપલ ફેંક્યુ

સુરત : દુષ્કર્મ કેસમાં વધુ એકને અંતિમ શ્વાસ સુધીની સજા, સજા સાંભળતા જ દોષિતે જજ પર ચંપલ ફેંક્યું

12/29/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરત : દુષ્કર્મ કેસમાં વધુ એકને અંતિમ શ્વાસ સુધીની સજા, સજા સાંભળતા જ દોષિતે જજ પર ચંપલ ફેંક્યુ

સુરત: સુરતના હજીરામાં એક શ્રમજીવી પરિવારની પાંચ વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરવાના કેસમાં નરાધમને કોર્ટે અંતિમ શ્વાસ સુધીની સજા તેમજ એક લાખનો દંડ ફટકાર્યો હતો. આ સાથે જ પીડિતાના પરિવારને 20 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે.

લગભગ સાત-આઠ મહિના પહેલા સુરતના હજીરા વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારની પાંચ વર્ષીય બાળકી ઉપર 27 વર્ષીય ગુનેગાર સુજિત સાકેતે દુષ્કર્મ આચર્યું હતું અને બાળકીની હત્યા કરીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. તે મધ્યપ્રદેશનો વતની છે અને સુરત રહે છે. બાળકીને તે ચોકલેટ ખવડાવવાની લાલચે લઇ ગયો હતો. આ મામલે બાળકીના પરિવારે પોલીસને જાણ કરતા પોલીસને પહેલા બાળકીની લાશ મળી હતી અને ત્યારબાદ આરોપીને પણ પકડી પાડ્યો હતો. 


બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને પકડી લઈને વિશેષ પોક્સો કોર્ટમાં સ્પીડી ટ્રાયલ હાથ ધરીને માત્ર પાંચ જ મુદતમાં કુલ 43 પૈકી 29 મહત્વના સાક્ષીની જુબાની લઈને સરકાર તરફથી નયન સુખડવાલાએ કેસ રજૂ કર્યો હતો. ત્યારબાદ આરોપીનું નિવેદન લઇ દોષિત ઠેરવી આજે તેને સજા ફટકારી હતી.  આરોપીએ પોર્ન વિડીયો જોઇને બાળકી સાથે આ કૃત્ય આચર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. તેના મોબાઈલમાંથી પોર્ન વિડીયો પણ મળી આવ્યા હતા. 

આ અંગે સરકારી વકીલ નયન સુખડવાલાએ માહિતા આપી હતી કે, આરોપી સુજીતને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલવાસની સજા સાથે એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ પીડિતના પરિવારને 20 લાખનું વળતર આપવાનું પણ કોર્ટે ચુકાદામાં નોધ્યું છે. આ બાળકી સાથે આરોપીએ ક્રુર અને જઘન્ય કૃત્ય આચર્યુ હતું. જેથી અમે આ કેસમાં કેપિટલ પનિશમેન્ટની માંગ કરી હતી. પરંતુ કોર્ટે અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી છે. આરોપીના મોબાઈલમાંથી પોર્ન અને એનિમલ પોર્નના વીડિયો પણ મળી આવ્યા હતા તે પૂરાવા મહત્વના સાબિત થયાં હતાં. આ કેસમાં અલગ અલગ 26 સાક્ષીઓની જુબાની કોર્ટમાં લેવામાં આવી હતી. 53 જેટલા દસ્તાવેજી પુરાવવા રજૂ કરવામાં આવ્યા હતા.

દોષિતને જ્યારે કોર્ટે સજા ફટકારી ત્યારે તે અકળાઈ ગયો હતો અને ગુસ્સામાં તેણે જજ તરફ ચંપલ ફેંકી દીધું હતું! મીડિયા અહેવાલ અનુસાર, એક ચંપલ વિટનેસ બોક્સ પાસે અને બીજું વકીલ પાસે પડેલું જોવા મળ્યું હતું. જોકે ત્યારબાદ તરત તેને પોલીસે કબજામાં લઇ લીધો હતો. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top