ખંભાતની મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરનાર હિંદુ યુવકના પિતાની કાર ઉપર હુમલો, ફરિયાદ નોંધાઈ

ખંભાતની મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરનાર હિંદુ યુવકના પિતાની કાર ઉપર હુમલો, ફરિયાદ નોંધાઈ

07/18/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ખંભાતની મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરનાર હિંદુ યુવકના પિતાની કાર ઉપર હુમલો, ફરિયાદ નોંધાઈ

વડોદરા: થોડા સમય અગાઉ ખંભાતની એક મુસ્લિમ યુવતીએ હિંદુ યુવક સાથે લગ્ન કર્યા બાદ તેણીએ પોલીસ સ્ટેશનમાં પોતાને તેમજ પતિને તેના પરિજનોથી જોખમ હોવાની અરજી આપી હતી. હવે, આ યુવકના પિતા ઉપર વડોદરામાં અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના બની છે.

યુવકના પિતા પ્રદીપભાઈ પુરાણીએ વડોદરાના જવાહર પોલીસ મથક ખાતે આપેલી એક અરજીમાં જણાવ્યું કે, ગત ૧૩ તારીખે તેઓ સાંજે ૬ વાગ્યે ગેંડા સર્કલ અને ત્યાંથી ઊંડેરા, કોયલી રોડ તરફ જવા માટે નીકળ્યા હતા. આ સમયે એક નંબર પ્લેટ વગરની કારનો ચાલક વાંકીચૂકી હંકારી સામે આવી ઉભો રહ્યો. જેથી તેમણે કાર શેરખી રોડ તરફ વાળી. પરંતુ કારના ચાલકે તેમનો પીછો કરી તેની કાર પ્રદીપભાઈની કાર આગળ લઇ જઈ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો.

દરમિયાન, શેરખી જતા રોડ પર ઉભેલા એક અજાણ્યા શખ્સે તેમની કાર ઉપર પથ્થર મારતા કારના કાચને નુકસાન પહોંચ્યું હતું. આ હુમલાથી ગભરાઈ ગયેલા યુવકના પિતાએ ઝડપથી કાર હંકારી મૂકી હતી પરંતુ તેમ છતાં બાઈક પર આવેલા અજાણ્યા ઇસમે પીછો કર્યો હતો. જોકે, તેઓ ત્યારબાદ તેમના સબંધીને ત્યાં સલામત પહોંચી ગયા હતા.

તેમણે હુમલાનું કારણ તેમના પુત્રએ કરેલા લગ્ન કે પછી લૂંટના ઈરાદે કૃત્ય આચરવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરી છે.

યુવતીએ અરજી આપી કહ્યું હતું કે તેને પરિજનોથી જોખમ છે

ઉલ્લેખનીય છે કે ખંભાતની મુસ્લિમ યુવતીએ ગત મહિને હિંદુ યુવક સાથે લગ્ન કરી લેતા તેના પરિજનો તરફથી યુવક અને તેના પરિવારને ધાકધમકી મળતી હોવાના કારણે તેઓ લગભગ એક મહિનાથી ખંભાતથી દૂર છે.

યુવતીએ ગત ૧૭ જૂનના રોજ પહેરેલ કપડે ઘર છોડી દીધા બાદ ૧૯મી જૂનના રોજ ઉત્કર્ષ પુરાણી નામના યુવક સાથે લગ્ન કરી લીધા હતા. અરજીમાં તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા હોવા છતાં પરિવારજનો દ્વારા તેમને લગ્ન મંજૂર ન હોઈ તેને અને તેના પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. તેણે આ અંગે એક વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યો હતો.

(ફાઈલ તસવીર)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top