તાપીમાં પાદરીની કાળી કરતૂત : સગીરા સાથે દુષ્કર્મ આચર્યું, પત્ની પણ મદદ કરતી; બંનેની ધરપકડ

તાપીમાં પાદરીની કાળી કરતૂત : સગીરા સાથે દુષ્કર્મ આચર્યું, પત્ની પણ મદદ કરતી; બંનેની ધરપકડ

12/30/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

તાપીમાં પાદરીની કાળી કરતૂત : સગીરા સાથે દુષ્કર્મ આચર્યું, પત્ની પણ મદદ કરતી; બંનેની ધરપકડ

તાપી: તાપી જિલ્લાના સોનગઢમાં એક ચકચારી કિસ્સો બહાર આવ્યો છે. જ્યાં એક પાદરીએ 16 વર્ષની સગીરાને પીંખી હતી. એટલું જ નહીં, પાદરીની પત્નીએ પણ તેને આ કાળા કામમાં મદદ કરી હતી. પોલીસે પાદરી અને તેની પત્ની બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. 

તાપીના સોનગઢ તાલુકાના એક ગામમાં રહેતી 16 વર્ષીય સગીરા સાથે તેના ગામમાં જ આવેલ ચર્ચના પાદરીએ ત્રણ-ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. પાદરીની પત્નીએ પણ તેને આ કામમાં મદદ કરી હતી. પાદરીની પત્ની દુષ્કર્મનો વિડીયો ઉતારવાનું કામ કરતી હતી. 


પાદરીનું નામ બલીરામ કોંકણી હોવાનું જાણવા મળ્યું છે. તે પીડિતાને કેવાયસીના બહાને એક મકાનમાં લઇ ગયો હતો અને જ્યાં તેને કેફી પીણું પીવડાવીને સગીરાને પીંખી હતી. દરમ્યાન, તેની પત્નીએ દુષ્કર્મનો વિડીયો ઉતાર્યો હતો. આ સિવાય પણ તેણે કોઈને કોઈ બહાને પીડિતાને બોલાવીને અલગ-અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યાનું બહાર આવ્યું છે. 

પીડિતાએ આ બાબતની જાણ પરિવારને કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો, ત્યારબાદ પરિવારે પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે પાદરી અને તેની પત્નીની અટકાયત કરી લઈને કાર્યવાહી શરૂ કરી છે.

નોંધવું જોઈએ કે, ડાંગ તેમજ તાપી વિસ્તારમાં ઘણા લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે, જેમાંથી મોટાભાગના હિંદુમાંથી ખ્રિસ્તી બન્યા છે. જેના કારણે આ વિસ્તારોમાં ચર્ચ પણ આવેલ છે. ત્યારે સોનગઢમાં ચર્ચના પાદરીએ જ આવી હરકત કરતા તિરસ્કારની લાગણી પ્રવર્તી રહી છે તો આ મામલે યોગ્ય કાર્યવાહી થાય તેવી પણ માગ ઉઠાવવામાં આવી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top