15 વર્ષના કિશોરે સ્કૂલમાં જઈને અંધાધૂંધ ગોળીબાર કર્યો, ત્રણ વિદ્યાર્થીઓના મોત

15 વર્ષના કિશોરે સ્કૂલમાં જઈને અંધાધૂંધ ગોળીબાર કર્યો, ત્રણ વિદ્યાર્થીઓના મોત

12/01/2021 World

SidhiKhabar

SidhiKhabar

15 વર્ષના કિશોરે સ્કૂલમાં જઈને અંધાધૂંધ ગોળીબાર કર્યો, ત્રણ વિદ્યાર્થીઓના મોત

અમેરિકાના નોર્થ ડેટ્રોઇટની એક શાળામાં ઘૂસી જઈને એક માત્ર ૧૫ વર્ષના કિશોરે અંધાધૂધ ગોળીબાર કરી દીધો હતો. જેમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત થઈ ગયા જ્યારે આઠ લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોમાં એક શિક્ષક પણ સામેલ હોવાનું કહેવાયું છે. જોકે, હુમલો કર્યા બાદ ગણતરીની મીનીટોમાં પોલીસે હુમલાખોરને ઝડપી લીધો હતો.


અધિકારીઓએ જણાવ્યું હતું કે, પોલીસને લગભગ 12:55 વાગ્યે નોર્થ ડેટ્રોઇટની ઓક્સફોર્ડ હાઈસ્કૂલમાં એક બંદૂકધારી ઘૂસી ગયો હોવાની જાણકારી મળી હતી. માર્યા ગયેલા ત્રણ વિદ્યાર્થીઓમાં એક 16 વર્ષનો છોકરો અને બે છોકરીઓ હતી, જેમની ઉંમર અનુક્રમે ૧૪ વર્ષ અને ૧૭ વર્ષ હોવાનું જાણવા મળે છે. ઘાયલોમાંથી છની સ્થિતિ હવે સ્થિર છે અને બાકીના બેની સર્જરી કરવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું કે એક સંદિગ્ધની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની પાસેથી પિસ્તોલ જપ્ત કરી લેવામાં આવી છે. તેણે બહુ સરળતાથી ધરપકડ સમયે આત્મ સમર્પણ કરી દીધું હતું અને ન તો ઘટના પાછળના કારણને લઈને કોઈ નિવેદન આપ્યું હતું. જોકે, તેણે પોતાના માટે એક વકીલની માગ કરી હતી.


રાષ્ટ્રપતિ જો બાઈડને દુઃખ વ્યક્ત કર્યું

રાષ્ટ્રપતિ જો બાઈડને દુઃખ વ્યક્ત કર્યું

શેરિફ ઓફિસે જણાવ્યું હતું કે, હુમલાખોર એકલો જ આવ્યો હતો અને તેનો કોઈ સાથી હોવાનું જાણવા મળ્યું નથી. પોલીસના 911 ઇમરજન્સી નંબર પર 100 થી વધુ કૉલ્સ આવ્યા હતા અને શૂટરે 5 મિનિટમાં લગભગ 15-20 રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. જોકે, પહેલા ઈમરજન્સી કોલની પાંચ મિનિટ બાદ તેણે પકડી લેવામાં આવ્યો હતો.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને (Joe Biden) આ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને ટ્વિટર પર કહ્યું, 'ઓક્સફર્ડ, મિશિગનની ઘટનામાં તેમના પ્રિયજનોને ગુમાવવા બદલ અકલ્પનીય દુઃખની લાગણી અનુભવી રહેલા પરિવારોની સાથે છું. શાળાના આ દુ:ખદ ઘટનાને લઈને હું સતત ટીમ સાથે સંપર્કમાં છું.'


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top