એક નાનકડી ચૂક અને બાળકનો જીવ ગયો : રાજકોટમાં ચોથા માળેથી પટકાતા દોઢ વર્ષની બાળકીનું મોત

એક નાનકડી ચૂક અને બાળકનો જીવ ગયો : રાજકોટમાં ચોથા માળેથી પટકાતા દોઢ વર્ષની બાળકીનું મોત

12/02/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

એક નાનકડી ચૂક અને બાળકનો જીવ ગયો : રાજકોટમાં ચોથા માળેથી પટકાતા દોઢ વર્ષની બાળકીનું મોત

રાજકોટ: બહુમાળી મકાનોમાં રમતા બાળકોને એકલા છોડી દેવાથી કેવા ઘાતક પરિણામ આવી શકે તેવો એક લાલબત્તી સમાન કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. અહીં એક હોટેલના ચોથા માળેથી દોઢ વર્ષની બાળકી નીચે પટકાતા તેનું કરૂણ મોત નીપજ્યું હતું.

આ બાળકી પુણેની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટમાં એક સગાના ઘરે સગાઇ પ્રસંગ હોવાના કારણે તે તેની માતા સાથે આવી હતી અને ગોંડલ રોડ ઉપર આવેલી એક હોટેલના ચોથા માળે એક રૂમમાં તેઓ રોકાયા હતા. 


રમતા-રમતા બારી પાસે જતી રહી હતી

આજે સવારે માતા-પુત્રી બંને રૂમમાં હતા ત્યારે અચાનક માતાનું ધ્યાન ભંગ થતા બાળકી બારી પાસે જઈ રહી અને રમતમાં સંતુલન ગુમાવતા ચોથા માળેથી નીચે પડી ગઈ હતી. આટલી મોટી ઉંચાઈએથી નીચે પડતા તેનું શરીર દડાની માફક ઉછળ્યું હતું અને કૂમળી વયની બાળકીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. 


એક ખાનગી ડ્રાઈવરે આ બાળકીને નીચે પડતી જોતા તેણે હોટેલ કર્મચારીઓને જાણ કરી હતી અને ત્યારબાદ હોટેલ સ્ટાફ એકઠો થઇ ગયો હતો. આ બાળકીનું નામ નિત્યા દિપેશભાઈ કાપડિયા હોવાનું જાણવા મળે છે. બાળકીના મૃત્યુ બાદ તેની માતા આઘાતમાં સરી પડતા બેભાન થઇ ગઈ હતી. જોકે, એક અહેવાલમાં બાળકીની માતા મોબાઈલમાં વ્યસ્ત હોઈ પુત્રી ક્યારે બારી નજીક જતી રહી તેનું ધ્યાન રહ્યું ન હતું.

ઘટના બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે સ્થળે પહોંચીને જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી બાળકીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ બાળકીનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. તેમજ બાળકીના પિતાને સમગ્ર મામલાની જાણ થતા તેઓ પણ રાજકોટ આવવા રવાના થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top