ગોંડલમાં મોબ લિંચિંગ : મુસ્લિમ કન્યા સાથે લગ્નના ઇરાદે ભાગેલા હિન્દુ યુવાનને રહેંસી નંખાયો!

ગોંડલમાં મોબ લિંચિંગ : મુસ્લિમ કન્યા સાથે લગ્નના ઇરાદે ભાગેલા હિન્દુ યુવાનને રહેંસી નંખાયો!

10/28/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગોંડલમાં મોબ લિંચિંગ : મુસ્લિમ કન્યા સાથે લગ્નના ઇરાદે ભાગેલા હિન્દુ યુવાનને રહેંસી નંખાયો!

ગોંડલ: ગોંડલમાં એક મુસ્લિમ પરિવાર દ્વારા હિંદુ યુવકનું લીન્ચિંગ કરી નાંખવામાં આવતા ચકચાર મચી છે. યુવકનો ‘ગુનો’ માત્ર એટલો હતો કે તેણે મુસ્લિમ પરિવારની યુવતી સાથે લગ્ન કરવાના ઈરાદે ઘર છોડી દીધું હતું. યુવતીના પરિવારને બાતમી મળતા તેમણે ગોંડલ લાવીને યુવકને રહેંસી નાંખ્યો હતો!


23 વર્ષની ઉંમર હતી, પાંચેક દિવસ પહેલા બંને ભાગ્યા હતા

પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલમાં પંચપીરની ધાર પાસે રહેતા અને છૂટક મજૂરી કામ કરતા સુનીલ મનસુખભાઈ સોલંકી (ઉં.વ 23) તેની પાડોશમાં રહેતા મુસ્લિમ પરિવારની સગીર યુવતી સાથે પ્રેમ થયો હતો અને ત્યારબાદ પાંચેક દિવસ પહેલા તે યુવતીને ભગાડી ગયો હતો. તે બંને લગ્ન કરવાના ઈરાદે ઘરેથી ભાગ્યા હતા. પરંતુ કોઈક રીતે યુવતીના પરિવારને બંને અમદાવાદ હોવાની બાતમી મળતા તેઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા.

યુવતીના પરિવારે અમદાવાદ પહોંચી બંનેને સમજાવી ગોંડલ પરત લઇ આવ્યા હતા. પરંતુ ગોંડલ આવ્યા બાદ ઘરે પહોંચતા જ તેમણે રૂપ બદલી નાંખ્યું અને પથ્થર, છરા, હોકી સ્ટીક અને ટોમી સહિતના હથિયારો વડે યુવક ઉપર તૂટી પડ્યા હતા અને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને હોસ્પિટલ સુધી પહોંચવા પણ પામ્યો ન હતો અને ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.


સગીરાના માતા-પિતાની પણ સંડોવણીની શક્યતા

ઘટના બાદ ઇન્ચાર્જ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતક સુનીલના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો હતો. જ્યારે રૂરલ ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ પર લઇ યુવકને મારી નાંખનારા ફિરોઝ શામદાર અને તેના બે ભાઈઓની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. હત્યામાં સગીરાના માતા-પિતાની સંડોવણીની શક્યતા જોતા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top