સુરતમાં એક હોમિયોપેથિક તબીબે આત્મહત્યા કરવા હોટલમાં રૂમ બૂક કરાવ્યો, સ્યુસાઈડ નોટમાં કર્યો આ ખુ

સુરતમાં એક હોમિયોપેથિક તબીબે આત્મહત્યા કરવા હોટલમાં રૂમ બૂક કરાવ્યો, સ્યુસાઈડ નોટમાં કર્યો આ ખુલાસો! જાણો

11/10/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરતમાં એક હોમિયોપેથિક તબીબે આત્મહત્યા કરવા હોટલમાં રૂમ બૂક કરાવ્યો, સ્યુસાઈડ નોટમાં કર્યો આ ખુ

સુરતમાં ફરી એક ચકચારી મચાવતો આત્મહત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગોડાદરા વિસ્તારના માધવ શોપિંગ સેન્ટરમાં આવેલી નેસ્ટ હોટલની રૂમમાંથી એક હોમિયોપેથિક તબીબનો મૃતદેહ મળી આવ્યો હતો. માહિતી મુજબ તબીબે ડાબા હાથમાં એનેસ્થેસિયાનું ઈન્જેક્શન મારી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. તબીબ પાસેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જે મુજબ આ આપઘાત પાછળ ઘરકંકાસ કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે.


આત્મહત્યા કરવા હોટલમાં રૂમ લીધો

આત્મહત્યા કરવા હોટલમાં રૂમ લીધો

માહિતી મુજબ મૂળ અમરેલી જિલ્લામાં આવેલા રાજુલના ખખબાઈ ગામના વતની અને હાલમાં ડિંડોલી સ્થિત દેલાડવા ગામ પાસે આવેલ માં ખોડિયાર રેસિડન્સીમાં રહેતા ૩૩ વર્ષીય ડો. ભાવેશભાઈ રાહુલભાઈ કવાડ હોમિયોપેથિક તબીબ હતા. અને તેઓ કિરણ હોસ્પિટલમાં નોકરી કરતા હતા. તેમના બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. તેમની પત્ની અમદાવાદ પ્રાઇવેટ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે.

ડો.ભાવેશએ ગોડાદરા વિસ્તારમાં આવેલા નેસ્ટ હોટલમાં રૂમ લીધો હતો. જો કે બીજે દિવસે સવારે તેમને રૂમનો દરવાજો ખોલ્યો ન હતો. જેથી હોટલ સ્ટાફે આ બનાવ અંગે પોલીસને જાણ કરી હતો. ગોડાદરા પોલીસે રૂમનો દરવાજો માસ્ટર કીથી ખોલતા તેમાં ડો ભાવેશ બેભાન હાલતમાં જોવા મળ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં ડો. ભાવેશને ખસેડતા તેમને મૃત ઘોષિત કર્યા હતા. આ ઘટનાને પગલે પોલીસે રૂમની તપાસ કરતા તેમાં એક ઇન્જેક્શનની સિરીંજ અને એનેસ્થેસિયાની બોટલ મળી આવી હતી. આ સાથોસાથ પોલીસને એક ડાયરી પણ મળી આવી છે. જેમાં પત્નીનું ચિત્ર બનાવી ‘આઈ લવ ધારા’ લખ્યું હતું અને બીજા પેજ પર ‘મારો ન્યાય’ એમ લખાણ લખ્યું હતું.


પત્ની સાથે અણબનાવ

ગોડાદરા પોલીસે ઘટનાની વધું તપાસ કરતાં સ્યુસાઇડ નોટને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી છે. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, ભાવેશની પત્ની લગ્ન બાદ એક જ વાર સાસરિયે રોકાઈ છે અને બન્ને વચ્ચે કોઈ વાતને લઈને લાંબા સમયથી ઝઘડો ચાલતો આવતો હતો. માહિતીને આધારે પોલિસે સમગ્ર બનાવમાં ડો. ભાવેશ ની પત્નીનું નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરી છે. આ બનાવથી તબીબી જગતમાં શોકની લાગણી ફેલાઈ છે.


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top