નન રેપ કેસમાં બિશપ ફ્રેંકો દોષમુક્ત : 13 વખત બળાત્કાર કરવાનો હતો આરોપ

નન રેપ કેસમાં બિશપ ફ્રેંકો દોષમુક્ત : 13 વખત બળાત્કાર કરવાનો હતો આરોપ

01/15/2022 National

SidhiKhabar

SidhiKhabar

નન રેપ કેસમાં બિશપ ફ્રેંકો દોષમુક્ત : 13 વખત બળાત્કાર કરવાનો હતો આરોપ

કેરળ: કેરળની એક કોર્ટે બહુચર્ચિત નન રેપ કેસમાં બિશપ ફ્રેંકો મુલક્ક્લને શુક્રવારે નિર્દોષ છોડી મૂક્યા હતા. બિશપ વિરુદ્ધ કથિત રીતે એક નન સાથે 13 વખત બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો હતો. તેઓ ભારતના પહેલા કેથોલિક બિશપ હતા જેમને નન સાથે દુષ્કર્મના આરોપમાં ગિરફ્તાર કરવામાં આવ્યા હોય. 


કેરળની કોટ્ટાયમ પોલીસે નન સાથેના દુષ્કર્મ મામલે આરોપી બિશપ વિરુદ્ધ વર્ષ 2018 માં કેસ દાખલ કર્યો હતો. આરોપ હતો કે બિશપે કથિત રીતે તેમની કોન્વેન્ટમાં એક નન સાથે 13 વખત દુષ્કર્મ આચર્યું હતું. તેમની ઉપર નનને ખોટી રીતે કે કરવા, બળાત્કાર કરવા અને અપ્રાકૃતિક યૌન સબંધો બનાવી આપરાધિક ધમકી આપવાના આરોપ લાગ્યા હતા. 

જૂન 2018 માં નન દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ ડિસેમ્બર 2018 માં મુલક્કલની ધરપકડ કરી લેવામાં આવી હતી. છેલ્લા 26 મહિનાથી આ કેસ ચાલી રહ્યો હતો, આખરે તેમને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસે ચાર્જશીટ પણ દાખલ કરી હતી, જેમાં 83 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. 


કોર્ટે શું કહ્યું?

નિર્ણય સંભળાવતા કોર્ટે પીડિતાના નિવેદનોમાં સમાનતા ન હોવાનું અને આરોપી પર ગુનો સાબિત કરવા માટે સામેના પક્ષ દ્વારા પૂરતા સબૂત નહીં ઉપલબ્ધ કરાવવાના કારણો આપ્યા હતા. કોર્ટે 289 પાનાનો ચુકાદો આપ્યો છે. 

કોર્ટે ચુકાદામાં કહ્યું કે, પીડિતાનો દાવો છે કે 13 સ્થળે તેની ઉપર બળાત્કાર કરવામાં આવ્યો અને માત્ર તેના નિવેદનના આધારે તેની ઉપર વિશ્વાસ કરી શકાય નહીં. જોકે, કોર્ટે માન્યું કે મેડિકલ તપાસમાં પીડિતાના હાઈમનમાં પણ ઈજા જોવા મળી હતી. પરંતુ બચાવ પક્ષનું કહેવું છે કે પીડિતા તેના પતિ સાથે યૌન ક્રિયાઓમાં સામેલ હતી. જેથી કોર્ટે નોંધ્યું કે માત્ર હાઈમનમાં ઈજા હોવાના કારણે લિંગ પ્રવેશ કે બળજબરી યૌન શોષણ ન કહી શકાય. 

કોર્ટે કહ્યું કે, પીડિતાના નિવેદનોમાં સમાનતા જોવા મળી નથી. પીડિતાએ ડોક્ટરને કહ્યું હતું કે તેણે ક્યારેય યૌન સબંધો બાંધ્યા નથી અને તે બયાનના આધારે કોર્ટે વિવિધ નિર્ણયોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, પીડિતાના બયાનોમાં સમાનતા ન હોવાના કારણે તેને સ્ટર્લીંગ વિટનેસની શ્રેણીમાં ન રાખવામાં આવી અને તેની જુબાનીને સંપૂર્ણ વિશ્વસનીય માનવામાં ન આવી. કોર્ટે કહ્યું કે, આરોપ સાબિત કરવા માટે પીડિત પક્ષે ઠોસ સબૂતો મળ્યા નથી.

કોર્ટે એમ પણ કહ્યું કે, પીડિતાના નિવેદનોમાં અતિશયોક્તિ છે અને તેણે તથ્યોને છુપાવવા માટે દરેક સંભવ પ્રયાસો કર્યા. કોર્ટે કહ્યું કે, પીડિતા અન્ય લોકોના પ્રભાવમાં હતી, જેમના આ કેસમાં વ્યક્તિગત સ્વાર્થ હતા. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top