અચાનક ધનુષ-બાણ લઈને રસ્તા પર નીકળી પડ્યો શખ્સ અને પાંચ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા! નોર્વેની ઘટ

અચાનક ધનુષ-બાણ લઈને રસ્તા પર નીકળી પડ્યો શખ્સ અને પાંચ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા! નોર્વેની ઘટના

10/14/2021 World

SidhiKhabar

SidhiKhabar

અચાનક ધનુષ-બાણ લઈને રસ્તા પર નીકળી પડ્યો શખ્સ અને પાંચ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા! નોર્વેની ઘટ

નોર્વે: પાડોશીઓની વધતી સક્રિયતાના કારણે આમ તો દુનિયાભરમાં આતંકવાદ વધી રહ્યો છે અને અમેરિકા સહિત અનેક રાષ્ટ્રો તેનો ભોગ બની ચુક્યા છે. વિદેશોમાં બંદૂક કે ચાકુ જેવા હથિયારો લઈને નિર્દોષ નાગરિકો પર હુમલાના સમાચારો અવારનવાર મળતા રહે છે. પણ નોર્વેમાં એક પાગલે ધનુષ બાણ લઈને પાંચ લોકોને મોતને ઘાટ ઉતારી દેવાની અજીબ ઘટના બની છે!

આ ઘટના નોર્વેની રાજધાની ઓસ્લો પાસેના કોંગ્સબર્ગ શહેરની છે. જ્યાં એક શખ્સ હાથમાં ધનુષ અને બાણ લઈને રસ્તા પર નીકળી પડ્યો હતો અને નિર્દોષ લોકોને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં પાંચના મોત થયા હતા જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં એક પોલીસ ઓફિસર પણ ચપેટમાં આવી ગયો હતો. પોલીસે આ હુમલાખોરને પકડી લીધો હતો.


ગઈકાલની ઘટના

આ ઘટના સ્થાનિક સમય અનુસાર 13 ઓક્ટોબરે સાંજે 6.30 વાગ્યાની આસપાસ બની હતી. જે સ્થળે આ હુમલો થયો તે ઓસ્લોથી 60 કિલોમીટર દૂર સ્થિત છે. પોલીસના જણાવ્યા મુજબ, શંકાસ્પદ હુમલાખોર શહેરમાં પગપાળા ચાલતો આવ્યો અને તીર અને ધનુષથી હુમલો કરવાનું શરૂ કર્યું. હુમલાખોરની પોલીસે ધરપકડ કરી લીધી છે અને તેની પૂછપરછ ચાલી રહી છે.


25 કિમી દૂરથી પકડાયો, હાલ તપાસ ચાલી રહી છે

25 કિમી દૂરથી પકડાયો, હાલ તપાસ ચાલી રહી છે

પોલીસ વડાના જણાવ્યા અનુસાર હુમલાખોરે સૌથી પહેલા શહેરના એક વ્યસ્ત ચોક પર હાજર લોકોને નિશાન બનાવ્યા હતા. તે પછી તે નજીકના વિસ્તારો તરફ દોડ્યો. પોલીસે તેનો પીછો કર્યો હતો. પોલીસે આરોપીઓનો પીછો કરવા માટે હેલિકોપ્ટર અને બોમ્બ સ્કવોડ પણ તૈનાત કરી હતી. હુમલાખોરની ઘટનાસ્થળથી 25 કિલોમીટર દૂર ડ્રેમેન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન તેણે પોલીસ પર હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

હાલ પોલીસ તપાસ કરી રહી છે અને જાણવા પ્રયત્ન કરી રહી છે કે હુમલામાં અન્ય હથિયાર પણ વાપરવામાં આવ્યું હતું કે નહીં. જાણવા મળ્યું છે કે તેણે એકલાએ જ આ કૃત્યને અંજામ આપ્યો હતો. જોકે, આ માથાફરેલે આમ કેમ કર્યું તે હજુ સુધી બહાર આવી શક્યું નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top