નોકરીમાંથી કાઢી મૂક્યો તો કર્મચારીએ આખો સ્ટોર જ ફૂંકી માર્યો!

નોકરીમાંથી કાઢી મૂક્યો તો કર્મચારીએ આખો સ્ટોર જ ફૂંકી માર્યો!

12/26/2021 World

SidhiKhabar

SidhiKhabar

નોકરીમાંથી કાઢી મૂક્યો તો કર્મચારીએ આખો સ્ટોર જ ફૂંકી માર્યો!

વર્લ્ડ ડેસ્ક: કેટલાક લોકો નાની-નાની વાતમાં પણ ગુસ્સે થઇ જાય છે અને ન કરવાનું કરી નાંખે છે. થોડા સમય પહેલા એક મહિલા કર્મચારીએ તેના બોસથી નારાજ થઈને કંપનીના ગોડાઉનને આગ લગાડી દીધી હતી. હવે આવો એક કિસ્સો રશિયામાંથી પણ સામે આવ્યો છે. 

અહીં એક સુપરસ્ટોરમાં કામ કરતા કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકાતા ગુસ્સામાં તેણે આખો સ્ટોર જ ફૂંકી માર્યો હતો. આખો સ્ટોર આગમાં રાખ થઇ ગયો હતો, જોકે સદભાગ્યે કોઈ જાનહાની થઇ ન હતી. 


આ ઘટના રશિયાના ટોમસ્ક શહેરની છે. સ્ટોરમાં કામ કરતા એલેકઝાન્ડર શ્રેઈડર નામના એક કર્મચારીએ ચીજવસ્તુઓના પ્રાઈસ ટેગ બદલી નાંખ્યા હતા. જેના કારણે મેનેજર તેની ઉપર ગુસ્સે થઇ ગયો હતો. આ પહેલા પણ તેણે અનેકવાર મેનેજરના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું હતું. રોજ તે ગમ ખાઈને બેસી રહેતો પણ આ વખતે તેનું મગજ ફરી ગયું અને ત્યારપછી તેણે જે કર્યું તે જોઇને મેનેજર પોક મૂકીને રડવા લાગ્યો હતો. 

એલેકઝાન્ડરે ગુસ્સામાં આવીને સ્ટોરમાં રાખેલા ફટાકડા પર આલ્કોહોલ છાંટીને તેમાં આગ ચાંપી દીધી હતી અને જોતજોતામાં સ્ટોર ભડકે બળ્યો હતો. ત્યારબાદ તે પણ ત્યાંથી રફુચક્કર થઇ ગયો હતો. આગ લગાવતો તેનો એક વિડીયો પણ વાઈરલ થયો હતો. જોકે, પછીથી પોલીસે તેને દબોચી લીધો હતો. 


કોઈ જાનહાનિ ન થઇ

પોલીસે મીડિયાને આપેલ જાણકારી મુજબ, કર્મચારીનું કામ પ્રાઈઝ ટેગ બદલવાનું હતું, પરંતુ કામમાં તેનું ચિત રહેતું ન હતું. જેના કારણે તેનો મેનેજર રોજ તેને ખીજવાતો હતો અને ટોક્યા કરતો હતો. ઘટનાના દિવસે પણ મેનેજરે તેને બે શબ્દો કહ્યા અને તેણે આખો સ્ટોર ફૂંકી માર્યો હતો. 

જ્યારે એલેકઝાન્ડરે સ્ટોરમાં આગ લગાવી ત્યારે અંદર લગભગ 200 લોકો સામેલ હતા. જોકે, ફાયર વિભાગની ટીમની સતકર્તાના કારણે બધાને બચાવી લેવાયા હતા અને કોઈને નુકસાન થયું ન હતું. માત્ર સ્ટોરના માલિકે ભારે નુકસાન વેઠવું પડ્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top