‘એક કરોડ રૂપિયા પહોંચાડી દેજો, નહીંતર ઉપાડીને ફેંકી દઈશ’ : કથાકારે મુખ્યમંત્રીને ધમકી આપતો વિડી

‘એક કરોડ રૂપિયા પહોંચાડી દેજો, નહીંતર ઉપાડીને ફેંકી દઈશ’ : કથાકારે મુખ્યમંત્રીને ધમકી આપતો વિડીયો વાઈરલ

11/26/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

‘એક કરોડ રૂપિયા પહોંચાડી દેજો, નહીંતર ઉપાડીને ફેંકી દઈશ’ : કથાકારે મુખ્યમંત્રીને ધમકી આપતો વિડી

અમદાવાદ: સામાન્ય વ્યક્તિને કોઈ અદાવતમાં કોઈ ધમકી આપે તે સામાન્ય બની ચૂક્યું છે, પણ ગુજરાતના એક કથાકારે તમામ હદો વટાવીને મુખ્યમંત્રીને જ ધમકી આપી દીધી હતી. અને એ પણ એક વિડીયો શેર કરીને ધમકી અપાઈ હતી. આ વિડીયો ગઈકાલથી સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઇ રહ્યો છે. 


'સાતમી તારીખ સુધીમાં એક કરોડ રૂપિયા પહોંચાડી દેજો'

બટુક મોરારિબાપુ નામના એક કથાકારે વિડીયો જારી કરીને મુખ્યમંત્રી પાસે ખંડણી માગી છે. અને આ રકમ હજારો કે લાખોમાં નહીં પણ પૂરા એક કરોડ રૂપિયા છે. સાથે ધમકી આપતા કહ્યું છે કે જો મુખ્યમંત્રી નિયત સમયમાં પૈસા નહીં પહોંચાડે તો ગુજરાતમાં ક્યારેય તે પટેલને રાજ નહીં કરવા દે અને સીએમને ઉખાડીને ફેંકી દેશે.

વાઈરલ વિડીયોમાં બટુક મોરારીબાપુ મુખ્યમંત્રીને સંબોધીને પોતાની ઓળખાણ અને નંબર જાહેર કર્યા બાદ કહે છે, ‘11 દિવસની અંદર એટલે કે 7 તારીખ સુધીમાં એક કરોડ રૂપિયા મને ગમે ત્યાંથી  પહોંચાડી દેજો નહીં તો ક્યારેય પટેલને રાજ નહીં કરવા દઉં અને તું પણ અકસ્માતમાં માર્યો જઈશ. તમને ગાદી પર બેસાડ્યા છે તો એક કરોડ પહોંચાડી દેજો. એક કરોડ..એક પણ રૂપિયો ઓછો નહીં.’


ત્યારબાદ તે તારીખ ગણાવતા કહે છે કે, ‘આજે 25 તારીખ થઇ, 5 મી તારીખ સુધીમાં ગમે તે માણસ પાસે પૈસા મોકલાવી દેજો, તો જ ગુજરાતની ગાદી ગાદી પટેલોની રહેશે, નહીંતર દોસ્ત, ત્રણ મહિનાની અંદર ઉપાડીને ફેંકી દઈશ.’ 

આ વિડીયો ગઈકાલનો છે અને થોડા જ સમયમાં તેણે સોશિયલ મીડિયાને માથે લઇ લીધું હતું. કથાકારની આ કરતૂત બાદ સોશિયલ મીડિયા પર લોકોએ ટીકા કરી હતી તો ક્યાંક મજા પણ લીધી હતી. જોકે, વિડીયો વાઈરલ થયા બાદ તેઓ ફરાર હોવાનું જાણવા મળે છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top