સુરત સ્ટેશનની હ્રદય કંપાવનારી ઘટના : ચાલુ ટ્રેને ચડવા જતા રત્નકલાકારે બંને પગ ગુમાવ્યા!

સુરત સ્ટેશનની હ્રદય કંપાવનારી ઘટના : ચાલુ ટ્રેને ચડવા જતા રત્નકલાકારે બંને પગ ગુમાવ્યા!

09/08/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરત સ્ટેશનની હ્રદય કંપાવનારી ઘટના : ચાલુ ટ્રેને ચડવા જતા રત્નકલાકારે બંને પગ ગુમાવ્યા!

સુરત: ટ્રેનમાં રોજ લાખો લોકો અપડાઉન કરે છે. સુરતમાં પણ કામ અર્થે આવતા સેંકડો લોકો અપડાઉનના માધ્યમ તરીકે મોટેભાગે ટ્રેનનો જ ઉપયોગ કરે છે. ટ્રેન આમ તો સલામત મુસાફરી માટે જાણીતી છે પરંતુ બધા દિવસો સરખા હોતા નથી! કોસાડના એક રત્નકલાકાર ફરજ પૂરી કરીને ટ્રેન પકડવા જતા હતા ત્યાં એવી દુર્ઘટના બની કે તેમણે બંને પગ ગુમાવવા પડ્યા હતા!


પગ ભીના હોવાના કારણે લપસી ગયા

રત્નકલાકાર પોતાનું કામ પૂર્ણ કરીને ઘરે જવા માટે ટ્રેન પકડવા માટે રેલવે સ્ટેશન ઉપર જઈ રહ્યા હતા. પરંતુ તેઓ પહોંચતાની સાથે જ ટ્રેન ઉપડી ગઈ. જેથી આ ટ્રેનમાં ઉતાવળમાં તેમણે ચડવાના પ્રયત્નો કર્યા અને વરસાદમાં પગ ભીના હોવાના કારણે પગ લપસી ગયા હતા અને તેમના બંને પગ કપાઈ ગયા હતા!

કોસાડ-ભરથાણા ખાતે રહેતા આ રત્નકલાકારને આજે દરરોજ કરતા વહેલી રજા મળતા ઘરે જવા માટે તેઓ સુરત સ્ટેશન પર આવ્યા હતા. આ દરમિયાન તેમણે સુરત-વડોદરા મેમુ ટ્રેન સ્ટેશન પર ઉભેલી જોઈ હતી. પરંતુ આ ટ્રેન ઉપડવાની તૈયારી કરી ચૂકી હતી. જેથી ચાલતી ટ્રેનમાં ચડી જવા માટે તેઓ દોડ્યા હતા. પરંતુ વરસાદના કારણે પગ ભીના હોવાથી પગ લપસી ગયો અને ટ્રેન નીચે આવી ગયો હતો. ત્યારબાદ આખી ટ્રેન ફરી જતા બંને પગ કપાઈ ગયા હતા.


સ્વયં ફોન કરીને જાણ કરી, હાલ હોસ્પિટલમાં દાખલ

જોકે, પોતાના બંને પગ કપાઈ ગયા હોવા છતાં તેમણે સ્વયં સબંધીઓને ફોન કરીને જાણ કરી હતી. ટ્રેન પસાર થતા બંને પગ કપાઈ જવાની આ ઘટના અંગે આરપીએફને જાણ થતા જ તાત્કાલિક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી તેમને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા હતા.  


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top