પાકિસ્તાન : કુરાનના અપમાનના આરોપસર શ્રીલંકન વ્યક્તિની હત્યા કરી જાહેરમાં સળગાવી દેવાયો

પાકિસ્તાન : કુરાનના અપમાનના આરોપસર શ્રીલંકન વ્યક્તિની હત્યા કરી જાહેરમાં સળગાવી દેવાયો

12/03/2021 World

SidhiKhabar

SidhiKhabar

પાકિસ્તાન : કુરાનના અપમાનના આરોપસર શ્રીલંકન વ્યક્તિની હત્યા કરી જાહેરમાં સળગાવી દેવાયો

પાકિસ્તાન: પાકિસ્તાનમાં કથિત ઈશનિંદાના આરોપસર વધુ એક વ્યક્તિનો જીવ લેવાયો છે. જ્યાં એક વ્યક્તિને કુરાનની આયાત કથિત રીતે ફાડીને ફેંકી દેવાના આરોપસર તેની જ ફેક્ટરીના કર્મચારીઓએ પહેલા મારી નાંખ્યો અને ત્યારબાદ તેના મૃતદેહને જાહેરમાં સળગાવી મૂક્યો હતો. આ ભયાનક ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યા છે. 


આ ઘટના પાકિસ્તાનના સિયાલકોટની છે. અહીં વઝીરાબાદ રોડ વિસ્તારમાં આવેલ એક ખાનગી ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓએ ફેક્ટરીના જ મેનેજરને મારી નાંખ્યો હતો અને ત્યારબાદ તેનો મૃતદેહ જાહેરમાં સળગાવી મૂક્યો હતો. તેની ઉપર કુરાનની આયાત ફાડીને કચરાપેટીમાં ફેંકી દેવાનો આરોપ લાગ્યો હતો. જ્યારે કેટલાક મીડિયા અહેવાલોમાં તેણે પયગંબર મોહમ્મદનું પોસ્ટર ફાડીને ફેંક્યું હોવાનું પણ કહેવાયું છે.

આ ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યા છે. એક વિડીયોમાં ભીડ જુદા-જુદા નારાઓ લગાવતી સંભળાય છે. એક વિડીયોમાં ‘લબ્બેક યા રસૂલ અલ્લાહ’ અને  ‘ગુસ્તાખ એ નબી કી એક હી સજા, સર તન સે જુદા, સર તન સે જુદા’ જેવા નારાઓ સંભળાય છે. 


પોલીસે મીડિયાને જણાવ્યા અનુસાર, આ વ્યક્તિ મૂળ શ્રીલંકાનો રહેવાસી હતો. તેમજ જણાવવામાં આવ્યું છે કે પ્રારંભિક તપાસ બાદ વધારાની માહિતી આપવામાં આવશે.

પંજાબના મુખ્યમંત્રીએ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કહ્યું કે, ઘટનાના દરેક પાસાની તપાસ કરવામાં આવશે અને રિપોર્ટ સોંપવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, કાયદો હાથમાં લેનાર દરેક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

અહીં નોંધવું જોઈએ કે, પાકિસ્તાનમાં ઈશનિંદા કાનૂન અમલમાં છે. જે અનુસાર ધર્મ, પંથ કે તેના પ્રતીકો વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ કે અપમાન કરવા બદલ દંડથી લઈને મૃત્યુદંડ સુધીની સજા થઇ શકે છે. જોકે, પાકિસ્તાનમાં મોટાભાગના આ પ્રકારના કેસમાં જોવા મળ્યું છે કે કોઈ ભીડ કાયદો હાથમાં લઈને આવા ‘આરોપીઓ’ને ‘સજા’ આપી દે છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top