સુરત : ફોટોસ વાયરલ કરવાની ધમકી આપી 17 વર્ષની કિશોરી પર બળાત્કાર ગુજાર્યો; આરોપીને કોર્ટે ગંભીર

સુરત : ફોટોસ વાયરલ કરવાની ધમકી આપી 17 વર્ષની કિશોરી પર બળાત્કાર ગુજાર્યો; આરોપીને કોર્ટે ગંભીર સજા ફટકારી

07/06/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરત : ફોટોસ વાયરલ કરવાની ધમકી આપી 17 વર્ષની કિશોરી પર બળાત્કાર ગુજાર્યો; આરોપીને કોર્ટે ગંભીર

ગુજરાત ડેસ્ક : વર્ષ 2019માં સુરતમાં 17 વર્ષની સગીરા સાથે થયેલ બળાત્કારના આરોપીને કોર્ટે સજા સંભળાવી છે. જન્માષ્ટમીના દિવસે એક વ્યક્તિએ 17 વર્ષની સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો તેમજ પીડિતાના માતા-ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.


કેસની વિગત મુજબ, આરોપી ચીરાગ મહેતા (રહે,નારાયણ સરોવાર, વ્રજભૂમિ, જકાતનાકા, વરાછા)એ આ જ વિસ્તારમાં રહેતી 17 વર્ષની કિશોરીને તું મારી સાથે લગ્ન નહીં કરે તો, તારા માતા તથા ભાઇને મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. વર્ષ 2019માં જન્માષ્ટીના દિવસે જ કિશોરીને ઉત્રાણ નજીક બોલાવી ત્યાંથી એક કોમ્પલેક્સમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. આ ઉપરાંત તા.31મી ડિસેમ્બર, 2020ના રોજ કિશોરી સાથે જબરદસ્તી કિસ કરવાની કોશિષ કરી હતી અને નહીં કરવા દે તો ફોટોસ સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી.


જો કે, આગળ જતા પીડિતાએ ઘરમાં બધી વાત કહેતા મામલો પોલીસ સ્ટેશન પર પહોંચ્યો હતો. ભોગ બનનાર બાળાને પોતાના બાકીના જીવન માટે અને પુન:વસન માટે યોગ્ય વળતરનો હુકમ પણ કરવો ન્યાયી જણાય છે. જે મુજબ નાલ્સાની વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કીની જોગવાઈઓ મુજબ ભોગ બનનારને 5 લાખ ચૂકવવા હુકમ કર્યો હતો.


આરોપીને કોર્ટે 10 વર્ષની સજા, રૂપિયા 2 હજાર દંડ ભરવાનો આદેશ આપ્યો છે અને જો તે દંડ ન ભરે તો વધુ 15 દિવસની સજાનો હુકમ કર્યો છે. પીડિતાને રૂપિયા 5 લાખ વળતર તરીકે ચૂકવવા માટેનો આદેશ પણ કરાયો છે. કોર્ટે ચૂકાદામાં નોંધ્યુ કે, આરોપીને યોગ્ય માત્રામાં સજા કરવી જોઇએ કે જેથી ન્યાયનો હેતુ સિધ્ધ થાય, ખૂબ જ ઓછી સજા કરવાથી ન્યાયતંત્રને નુકસાન થાય તેમ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top