ક્યારે પીક પર હશે કોરોનાની ત્રીજી લહેર? જાણો IIT મદ્રાસનો અભ્યાસ શું કહે છે

ક્યારે પીક પર હશે કોરોનાની ત્રીજી લહેર? જાણો IIT મદ્રાસનો અભ્યાસ શું કહે છે

01/24/2022 National

SidhiKhabar

SidhiKhabar

ક્યારે પીક પર હશે કોરોનાની ત્રીજી લહેર? જાણો IIT મદ્રાસનો અભ્યાસ શું કહે છે

નેશનલ ડેસ્ક: દેશમાં ઓમિક્રોન વેરિયન્ટના કોમ્યુનિટી સ્પ્રેડને કારણે કોરોનાના કેસ વધી રહ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે આ વેરિયન્ટ વધુ ઘાતક સાબિત થયો નથી. દરમિયાન, કેરળ કોવિડ-19 ટાસ્ક ફોર્સને સલાહ આપતા એક ડૉક્ટરે કહ્યું છે કે ઓમિક્રોન વેરિયન્ટ થોડા દિવસો સુધી પરેશાન કરશે અને ત્યારબાદ તેની અસર ઘટવા માંડશે.
 


ઓમિક્રોન વેરિયન્ટ દેશમાં કમ્યુનિટી સ્પ્રેડના સ્તરે પહોંચી ગયો છે

ભારતીય SARS-CoV-2 જીનોમિક કન્સોર્ટિયમે તેના તાજેતરના બુલેટિનમાં જણાવ્યું હતું કે ઓમિક્રોન વેરિયન્ટ દેશમાં કમ્યુનિટી સ્પ્રેડના સ્તરે પહોંચી ગયો છે અને તેના કારણે મહાનગરોમાં કોવિડ-19ના કેસમાં વધારો થયો છે. INSACOG અનુસાર, Omicron નો BA.2 સબ-વેરિયન્ટ દેશમાં ઘણી જગ્યાએ મળી આવ્યો છે. કોરોના વાયરસનો આ વેરિયન્ટ યુરોપીયન અને એશિયન દેશોમાં ઝડપથી ફેલાયો છે અને તેના કારણે કોરોનાની નવી લહેર આવી છે.


6 ફેબ્રુઆરી સુધી પીક પર પહોંચી જશે

દેશમાં કોરોનાની ત્રીજી લહેરની પીક 14 દિવસમાં જોવા મળી શકે છે. IIT મદ્રાસે પોતાની સ્ટડીમાં આ દાવો કર્યો છે કે, કોરોનાના કેસમાં 6 ફેબ્રુઆરી સુધી પીક પર પહોંચી જશે. ત્રીજી લહેરનું મુખ્ય કારણ કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને માનવામાં આવે છે.


સતત બીજા સપ્તાહે કોરોનની સ્પીડ દર્શાવનાર R વેલ્યુ ઘટી

સતત બીજા સપ્તાહે કોરોનની સ્પીડ દર્શાવનાર R વેલ્યુ ઘટી

મહામારીમાં રાહતના સમાચાર IIT મદ્રાસના વિશ્લેષણમાંથી આવ્યા છે. આ અભ્યાસ મુજબ, ભારતમાં કોરોના સંક્રમણ ફેલાવવાનો દર બતાવનાર R વેલ્યૂ 14 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી વચ્ચે 2.2થી ઘટીને 1.57 થઈ ગઈ છે. એવામાં ત્રીજી લહેરના આગામી 15 દિવસમાં પીક જોવા મળી શકે છે.

IITએ 14થી 21 જાન્યુઆરી વચ્ચે R વેલ્યૂ 1.57 રેકોર્ડ કરી છે. આ 7થી 13 જાન્યુઆરી વચ્ચે 2.2 હતી. 1થી 6 જાન્યુઆરી વચ્ચે R વેલ્યુ 4 હતી. ગત વર્ષે 25થી 31 ડિસેમ્બર દરમિયાન R વેલ્યુ 2.9ની આસપાસ હતી. આ તમામ એનાલિસિસ IITએ કોમ્પ્યુટેશનલ મોડલિંગના આધારે કર્યું છે.


જાણો R વેલ્યુ વિશે

R વેલ્યુ કોરોનાને ફેલાવવાનો દર રજૂ કરે છે. જે કોરોનાથી સંક્રમિત એક વ્યક્તિ અન્ય કેટલા લોકોને સંક્રમિત કરે છે તે જણાવે છે. જો R વેલ્યુ 1થી વધુ હોય તો તેનો અર્થ છે કે કેસ વધી રહ્યાં છે અને જો 1થી નીચે જોવા મળે તો મહામારી સમાપ્ત થઇ ગઈ હોવું માનવામાં આવે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top