જે ટ્રેક્ટર લઈને રાહુલ ગાંધી સંસદ પહોંચ્યા હતા, તેને દિલ્હી પોલીસે જપ્ત કરી લીધું; જાણો શું છે

જે ટ્રેક્ટર લઈને રાહુલ ગાંધી સંસદ પહોંચ્યા હતા, તેને દિલ્હી પોલીસે જપ્ત કરી લીધું; જાણો શું છે કારણ

07/26/2021 Politics

SidhiKhabar

SidhiKhabar

જે ટ્રેક્ટર લઈને રાહુલ ગાંધી સંસદ પહોંચ્યા હતા, તેને દિલ્હી પોલીસે જપ્ત કરી લીધું; જાણો શું છે

નવી દિલ્હી: એક તરફ સંસદનું ચોમાસું સત્ર (Monsoon Session) ચાલી રહ્યું છે તો બીજી તરફ કૃષિ કાયદાઓ વિરુદ્ધ છેલ્લા આઠ મહિનાથી પ્રદર્શન કરી રહેલા ખેડૂતો હવે જંતર-મંતર ઉપર ‘કિસાન સંસદ’ અંતર્ગત પ્રદર્શન કરી રહ્યા છે. આ અંગે સંસદમાં પણ સતત વિપક્ષી પાર્ટીઓ હંગામો મચાવી રહી છે. જેની વચ્ચે આજે વિપક્ષ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ટ્રેક્ટર ચલાવીને સંસદ ભવન પહોંચ્યા હતા.

જોકે, મહત્વની વાત એ છે કે દિલ્હી પોલીસે (Delhi Police) રાહુલ ગાંધીનું (Rahul Gandhi) આ ટ્રેક્ટર જ જપ્ત કરી લીધું હતું. સંસદ ભવનમાં જ્યારે પણ સત્ર ચાલતું હોય ત્યારે આ વિસ્તારમાં ધારા 144 લાગુ રહે છે. પરંતુ રાહુલ ગાંધી કોઈ પણ પ્રકારની જાણકારી આપ્યા વગર જ ટ્રેક્ટર લઈને સંસદ ભવન પહોંચ્યા હતા. રાહુલ ગાંધી તો સંસદ પહોંચી ગયા પરંતુ ત્યારબાદ દિલ્હી પોલીસે કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા અને શ્રીનિવાસ બી.વીને હિરાસતમાં લઇ લીધા હતા.

આ ઉપરાંત, દિલ્હી પોલીસે ટ્રેક્ટર પણ કબજે લઇ લીધું હતું અને અનેક કોંગ્રેસ કાર્યકર્તાઓને પણ હિરાસતમાં લીધા હતા. દિલ્હી પોલીસના સૂત્રો અનુસાર, કોંગ્રેસ દ્વારા પણ આ પ્રદર્શનની પરવાનગી લેવામાં આવી હતી. ઉપરાંત કહેવામાં આવ્યું કે ટ્રેક્ટરની આગળ કે પાછળ નંબર પ્લેટ લગાવવામાં આવી ન હતી.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓ વિરુદ્ધ છેલ્લા સપ્ટેમ્બર મહિનાથી ખેડૂતો દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. દિલ્હીની સરહદો ઉપર છેલ્લા આઠ મહિનાથી ખેડૂતો વિરોધ માટે બેઠા છે. જ્યારે દિલ્હીના જંતર-મંતર મેદાન ઉપર કિસાન સંસદનું આયોજન કરવામાં આવ્યું છે. જે 13 ઓગસ્ટ સુધી, જ્યાં સુધી સંસદનું સત્ર ચાલશે, ત્યાં સુધી ચાલશે.

દિલ્હી પોલીસ દ્વારા ખેડૂતોને રોજ 200 લોકો એકઠા થવાની પરવાનગી આપવામાં આવી છે. નોંધનીય છે કે કોંગ્રેસ પાર્ટી પણ ખેડૂતોના સમર્થનમાં સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરતી રહી છે. આ અંગે સંસદના સત્રોમાં અનેક વખત હોબાળો પણ મચ્યો છે. સોમવારે સંસદમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સરકારે ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચી લેવા પડશે કારણ કે આ ખેડૂતોનો અવાજ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top