પીધેલી હાલતમાં પકડાયેલા પુત્રને છોડાવવા ભાજપના મહિલા કોર્પોરેટરે પોલીસ સ્ટેશન માથે લીધું, દાદાગ

પીધેલી હાલતમાં પકડાયેલા પુત્રને છોડાવવા ભાજપના મહિલા કોર્પોરેટરે પોલીસ સ્ટેશન માથે લીધું, દાદાગીરીનો વિડીયો વાઈરલ

01/01/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

પીધેલી હાલતમાં પકડાયેલા પુત્રને છોડાવવા ભાજપના મહિલા કોર્પોરેટરે પોલીસ સ્ટેશન માથે લીધું, દાદાગ

વડોદરા: થર્ટી ફર્સ્ટ અને ન્યુ યર હોવાના કારણે ગુજરાત પોલીસે રાજ્યભરમાં ખાસ ડ્રાઈવ શરૂ કરી છે. રાજ્યના અનેક શહેરોમાં સ્પેશિયલ ચેકિંગ દરમિયાન અનેક લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. 

31 ડિસેમ્બર અને ન્યુ યરને લઈને પોલીસ દ્વારા સતત મોનિટરીંગ રાખવામાં આવી રહ્યું છે. ત્યારે વડોદરા પોલીસે પણ ઝુંબેશ ચલાવી હતી અને શહેરના અનેક વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન કેટલાક યુવકો દારૂ પીધેલી હાલતમાં પકડાયા હતા. જેમાં બાકીનાએ તો ચૂપચાપ ગુનો કબૂલ કરી લીધો પરંતુ એક યુવકની માતાએ પોલીસ મથકે આવીને આખું પોલીસ સ્ટેશન માથે લઇ લીધું હતું અને બૂમાબૂમ કરી મૂકી હતી. 


વડોદરામાં વોર્ડ નંબર 14 ના ભારતીય જનતા પાર્ટીના મહિલા કોર્પોરેટર જેલમબેન ચોકસીનો પુત્ર દારૂ પીધેલી હાલતમાં પકડાઈ ગયો હતો. જેને સિટી પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યો હતો. આ વાતની જાણ થતા જ મહિલા કોર્પોરેટર પોતાના ટેકેદારો અને પરિજનો સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને હોબાળો મચાવી મૂક્યો હતો અને પોલીસકર્મીઓ સાથે ગેરવર્તન કર્યું હતું. 

જેલમબેન ચોકસીએ પોલીસ સ્ટેશને જઈને દારૂ પીવો એ કોઈ મોટો ગુનો નથી અને તમે બધા તેને ફરી કેમ વળ્યા છો તેમ કહીને ધીંગાણું કર્યું હતું. દરમિયાન, તેમની સાથે આવેલા કેટલાક ટેકેદારો અને પોલીસ વચ્ચે ખેંચાતાણી થઇ ગઈ હતી, જેમાં એક પોલીસ કર્મચારીનું જેકેટ ફાટી ગયું હોવાનું જાણવા મળે છે. આ ઘટનાનો વિડીયો પણ વાઈરલ થયો છે. 


વાઈરલ વિડીયોમાં જોવા મળે છે કે રોફ જમાવવા માગતા હોય તેમ ભાજપના કોર્પોરેટરે પોલીસ કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી અને પોતે કોઈ અધિકારી હોય તેમ પોલીસ કર્મચારીઓ પર તાડૂક્યા હતા. ત્યારબાદ પણ પોલીસે કૃણાલનો હાથ પકડતા તેઓ ભૂરાયા થયા હતા અને બબાલ કરી નાંખી હતી. 

જોકે, પોલીસે તેમને કોઈ દાદ આપી ન હતી અને કૃણાલ ચોકસી વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. એક અહેવાલ અનુસાર, તેને છોડાવવા માટે કેટલાક ભાજપ અગ્રણીઓ પણ આગળ આવ્યા હોવાનું જાણવા મળે છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top