બિગ બોસ વિનર અને ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું 40 વર્ષની વયે નિધન

બિગ બોસ વિનર અને ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું 40 વર્ષની વયે નિધન

09/02/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

બિગ બોસ વિનર અને ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું 40 વર્ષની વયે નિધન

મુંબઈ: અભિનેતા અને બિગ બોસ વિનર સિદ્ધાર્થ શુક્લાનું (Siddharth Shukla) ગુરુવારે માત્ર 40 વર્ષની વયે નિધન થયું છે. મુંબઈની કૂપર હોસ્પિટલે સિદ્ધાર્થના નિધનની પુષ્ટિ કરી છે. 40 વર્ષીય સિદ્ધાર્થ શુક્લાને હાર્ટ અટેક આવ્યો અને તેમણે અંતિમ શ્વાસ લીધા.


કૂપર હોસ્પિટલના જણાવ્યા અનુસાર, જયારે સિદ્ધાર્થ શુક્લાને ગુરુવારે સવારે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા ત્યારે તેમનું મૃત્યુ થઇ ચુક્યું હતું. રિપોર્ટ્સ અનુસાર, રાત્રે ઊંઘવા પહેલા તેમણે કેટલીક દવાઓ લીધી હતી. પરંતુ ત્યારબાદ તેઓ ઉઠી ન શક્યા. હોસ્પિટલે હાર્ટ અટેકના કારણે તેમનું મૃત્યુ થયું હોવાની પુષ્ટિ કરી છે.

12 ડિસેમ્બર, 1980 ના રોજ મુંબઈમાં જન્મેલા સિદ્ધાર્થ શુક્લાએ કારકીર્દીની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી. વર્ષ 2004 માં તેમણે ટીવીથી અભિનયની શરૂઆત કરી હતી. 2008 માં તેઓ બાબુલ ક આંગન છૂટે નામની ટીવી સીરીયલમાં દેખાયા હતા. જોકે, લોકપ્રિયતા બાલિકા વધૂ સીરીયલથી નળી હતી.

ટીવી ઇન્ડસ્ટ્રીમાં સફળતા મળ્યા બાદ તેમણે બોલીવુડમાં પણ નામના મેળવી હતી. વર્ષ 2014 માં હમ્પટી શર્મા કી દુલ્હનિયામાં તેમણે અભિનય કર્યો હતો તેમજ 2021 માં આવેલ વેબ સીરીઝ બ્રોકન બટ બ્યુટીફૂલમાં પણ તેઓ જોવા મળ્યા હતા.

સિદ્ધાર્થ શુક્લાએ રિયાલિટી શો બિગ બોસની 13 મી સિઝન જીતી હતી. અન્ય એક રિયાલિટી શો ખતરો કે ખિલાડીની સાતમી સિઝનમાં પણ તેઓ જીત્યા હતા. સીરીયલ બાલિકા વધૂથી તેમને વધુ લોકચાહના મળી હતી.

સિદ્ધાર્થને બાલિકા વધૂ, દિલ સે દિલ તક જેવી ધારવાહિક તેમજ ઝલક દિખલા જા, ખતરો કે ખિલાડી, બિગ બોસ 13 જેવા રિયાલિટી શોમાં તેમની ભૂમિકાઓ માટે ઓળખવામાં આવતા હતા. તેમના નિધનથી ચાહકોને મોટો ઝાટકો લાગ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top