પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધનની ઉડી અફવા, દેઓલ પરિવારે સ્વાસ્થ્યને લઈને આપ્યું અપડેટ
બોલિવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ 89 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હોવાની અફવાઓ ફેલાઈ હતી. પરંતુ તેઓ જીવિત છે અને દીકરી દેઓલ પરિવારે પીઢ નેતાના સ્વાસ્થ્યને લઈને જાણકારી આપવામાં આવી છે. તેમની પુત્રી ઇશા દેઓલે પુષ્ટિ કરી છે કે ધર્મેન્દ્રની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેઓ જીવિત છે. ઇશા દેઓલે સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી
ઈશા દેઓલે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને કહ્યું કે, "એવું લાગે છે કે મીડિયામાં ઘણા પ્રકારની અફવાઓ ફેલાઈ રહી છે. મારા પિતા સ્થિર છે અને તેઓ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે. અમે દરેકને અમારા પરિવારની ગોપનીયતાનો આદર કરવા વિનંતી કરીએ છીએ. તેમના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરનારાઓનો હૃદયપૂર્વક આભાર. આ અગાઉ, સની દેઓલ અને હેમા માલિનીએ પણ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે તેઓ હાલમાં સ્થિર છે અને સ્વસ્થ થઈ રહ્યા છે.
ધર્મેન્દ્ર 31 ઓક્ટોબર, 2025ના રોજ રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં ગયા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, ત્યારબાદ અભિનેતાને દાખલ કરવામાં આવ્યા હતા. 10 નવેમ્બરના રોજ અહેવાલો આવ્યા કે તેમની તબિયત ગંભીર છે. હેમા માલિની, સની દેઓલ, એશા દેઓલ અને તેમના પૌત્રો કરણ દેઓલ અને રાજવીર દેઓલ હોસ્પિટલમાં તેમને મળવા પહોંચ્યા હતા. ધર્મેન્દ્રની તબિયત 10 નવેમ્બરના રોજ વધુ ખરાબ થઈ હતી. ત્યારબાદ, ઘણા કલાકારો તેમને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. સલમાન ખાન, શાહરૂખ ખાન, ગોવિંદા અને અમીષા પટેલ ધર્મેન્દ્રને મળવા ગયા હતા.
ધર્મેન્દ્રએ તેમના 65 વર્ષના અભિનય કારકિર્દીમાં ઘણી હિટ, સુપરહિટ અને બ્લોકબસ્ટર ફિલ્મોમાં અભિનય કર્યો. તેમની નોંધપાત્ર ફિલ્મોની યાદીમાં શોલે (1975), ચુપકે ચુપકે (1975), સીતા ઔર ગીતા (1972), ધરમવીર (1977), ફૂલ ઔર પથ્થર (1966), જુગ્નુ (1973), અને યાદો કી બારાત (1973)નો સમાવેશ થાય છે. તેની તાજેતરની રિલીઝમાં રોકી ઔર રાની કી પ્રેમ કહાની (2023) અને તેરી બાતેં મેં ઐસા ઉલ્ઝા જિયા (2024)નો સમાવેશ થાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp