અભિનેતા સોનુ સૂદની મુશ્કેલીઓ વધી, આયકર વિભાગે લગાવ્યો ટેક્સ ચોરીનો આરોપ

અભિનેતા સોનુ સૂદની મુશ્કેલીઓ વધી, આયકર વિભાગે લગાવ્યો ટેક્સ ચોરીનો આરોપ

09/18/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

અભિનેતા સોનુ સૂદની મુશ્કેલીઓ વધી, આયકર વિભાગે લગાવ્યો ટેક્સ ચોરીનો આરોપ

મુંબઈ: અભિનેતા સોનુ સૂદમાં ઘરે સતત ત્રણ દિવસ સુધી દરોડા પાડીને કાર્યવાહી કર્યા બાદ શનિવારે ઇન્કમ ટેક્સ વિભાગે કહ્યું છે કે અભિનેતા ૨૦ કરોડ રૂપિયાના ટેક્સની ચોરીમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. કાર્યવાહી બાદ ઇન્કમ ટેક્સ વિભાગે એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાણકારી આપી હતી.


શું કહ્યું આઈટી વિભાગે?

વિભાગે કહ્યું, 'અભિનેતા અને તેમના સહયોગીઓના ઠેકાણાં ઉપર દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવતા ટેક્સ ચોરી સબંધિત પુરાવાઓ મળ્યા હતા. CBDT દ્વારા જણાવવામાં આવ્યું કે અભિનેતાએ બોગસ કંપનીઓ પાસેથી ફર્જી અને અસુરક્ષિત લોનના માધ્યમથી મોટી રકમની ટેક્સ ચોરી કરી હતી.'

IT વિભાગે માહિતી આપતા જણાવ્યું કે સોનુ સૂદે 'ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA)' નું ઉલ્લંઘન કર્યું છે અને ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને વિદેશી દાતાઓ પાસેથી 2.10 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. આઈટી વિભાગે લખનૌમાં તેમના ઔદ્યોગિક ઠેકાણાઓ પર સર્વે પણ કર્યો હતો. આ સાથે જ મુંબઈમાં તેમના ફાઉન્ડેશન પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મુંબઈ, લખનૌ, કાનપુર, જયપુર, દિલ્હી, ગુરુગ્રામ સહિત કુલ 28 પરિસરમાં સતત ત્રણ દિવસ દરોડા પાડવામાં આવ્યા હતા.


ગેરકાયદે બાંધકામ કેસમાં બીએમસીના રડારમાં આવ્યા

ગેરકાયદે બાંધકામ કેસમાં બીએમસીના રડારમાં આવ્યા

સોનુ સૂદ ઉપર જુહુમાં 6 માળની ઈમારતને જરૂરી પરવાનગી વગર હોટલમાં તબદીલ કરવાનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ તેઓ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના (BMC) રડાર હેઠળ આવી ગયા હતા. તેમણે ગેરકાયદે બાંધકામ કેસમાં BMC વિરુદ્ધ કોર્ટના દરવાજા પણ ખખડાવ્યા હતા. પરંતુ બોમ્બે હાઈકોર્ટે તેમની અપીલ ફગાવી દીધા બાદ તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. નોંધવું મહત્વનું છે કે તાજેતરમાં દિલ્હીની આપ સરકારે સોનુ સૂદને શાળામાં બાળકોની માર્ગદર્શક યોજનાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top