ધર્મેન્દ્ર બાદ વધુ એક પીઢ અભિનેતાની તબિયત લથડી, જાણો હેલ્થ અપડેટ
હિન્દી સિનેમાના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર બાદ પ્રેમ ચોપરાને પણ હોસ્પિટલમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 90 વર્ષીય અભિનેતાને હૃદયની સમસ્યાને કારણે દાખલ કરવામાં આવ્યા છે. જોકે, તેઓ હાલમાં ખતરાની બહાર છે અને 2-3 દિવસમાં તેમને રજા આપવામાં આવશે. અહેવાલો અનુસાર, સોમવારે પ્રેમ ચોપરાની તબિયત અચાનક બગડી ગઈ હતી. ત્યારથી તેમને મુંબઈના બાંદ્રા સ્થિત લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઇન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ, તેમના જમાઈ અને અભિનેતા વિકાસ ભલ્લાએ પ્રેમ ચોપરાના સ્વાસ્થ્ય અંગે વાત કરતા કહ્યું કે, ‘તેમને સાવચેતીના પગલા તરીકે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ સ્વસ્થ છે અને થોડા દિવસોમાં તેમને રજા આપવામાં આવશે. આ બધું ઉંમર સંબંધિત છે અને એક નિયમિત પ્રક્રિયા છે. ચિંતા કરવાની કોઈ વાત નથી.’
એક સમાચાર એજન્સી અનુસાર, તેમને હૃદયની સમસ્યા અને વાયરલ ચેપને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તેમના ડૉક્ટર જલીલ પાર્કરે જણાવ્યું હતું કે, ‘પ્રેમ ચોપરાને 2 દિવસ અગાઉ તેમના ફેમિલી કાર્ડિયોલોજિસ્ટ ડૉ. નીતિન ગોખલેની દેખરેખ હેઠળ લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને હૃદયની બીમારી છે, તેમજ વાયરલ અને ફેફસામાં ચેપ છે, જેના માટે હું પણ ટીમના ભાગ રૂપે તેમની સારવાર કરી રહ્યો છું. તેઓ ICUમાં નથી, પરંતુ તેમના પોતાના રૂમમાં અને વોર્ડમાં છે અને તેમની હાલત ગંભીર નથી.’
તો, પીઢ બોલિવુડ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત સોમવારે અચાનક બગડી ગઈ હતી. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp