પોતાની છેલ્લા મેચમાં હાર બાદ ભાવુક થયો રોજર ફેડરર, સાથી ખેલાડીઓએ ખભે ઊંચકીને આપ્યું સન્માન

પોતાની છેલ્લા મેચમાં હાર બાદ ભાવુક થયો રોજર ફેડરર, સાથી ખેલાડીઓએ ખભે ઊંચકીને આપ્યું સન્માન

09/24/2022 Sports

SidhiKhabar

SidhiKhabar

પોતાની છેલ્લા મેચમાં હાર બાદ ભાવુક થયો રોજર ફેડરર, સાથી ખેલાડીઓએ ખભે ઊંચકીને આપ્યું સન્માન

રોજર ફેડરરે આખરે ટેનિસ કોર્ટને વિદાય આપી હતી. શુક્રવારે લેવર કપમાં, તે તેના સાથી રાફેલ નડાલ સાથે ડબલ્સની મેચમાં પરાજય પામ્યો હતો અને તેની સાથે તેની તેજસ્વી કારકિર્દીનો પણ અંત આવ્યો હતો. આ છેલ્લી મેચ બાદ રોજર ફેડરર પોતાના આંસુ રોકી શક્યો નહોતો. તે ખૂબ જ રડતો જોવા મળ્યો હતો. આ ભાવનાત્મક ક્ષણમાં રાફેલ નડાલ પણ તેની સાથે આંસુ વહાવતો જોવા મળ્યો હતો.


રોજર ફેડરર ત્રીજો સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનાર પુરુષ ટેનિસ ખેલાડી છે. ગયા અઠવાડિયે, તેણે ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી. ઈજાના કારણે તે લાંબા સમય સુધી ટેનિસ કોર્ટની બહાર જતો રહ્યો હતો. આવી સ્થિતિમાં તેણે લેવર કપમાં કારકિર્દીની છેલ્લી મેચ રમવાની જાહેરાત કરી હતી.


તે લેવર કપમાં ટીમ યુરોપ માટે મેદાનમાં હતો. તેનો પાર્ટનર સ્પેનિશ દિગ્ગજ રાફેલ નડાલ હતો. આ જોડીએ ટીમ વર્લ્ડની જોડી ફ્રાન્સિસ ટિફોય-જેક સોકને પ્રથમ સેટમાં હરાવ્યો હતો પરંતુ પછીના બે સેટ રોમાંચક રીતે હારી ગયા હતા. આ સાથે ફેડરર-નડાલની જોડીના હાથમાંથી મેચ પણ સરકી ગઈ હતી. હાર બાદ ફેડરર કોર્ટ પર જ રડવા લાગ્યો હતો.


લંડનની બ્લેક કોર્ટમાં ફેડરરને જોવા માટે તમામ બેઠકો ભરાઈ ગઈ હતી. નડાલ અને ફેડરર કોર્ટમાં પહોંચતાની સાથે જ ચાહકોએ ઉભા થઈને ફેડરરને માન આપ્યું હતું. સમગ્ર મેચ દરમિયાન બંને ટીમો અને ટેનિસ કોર્ટમાં હાજર પ્રશંસકો ફેડરરના દરેક શોટને બિરદાવતા જોવા મળ્યા હતા.


મેચ બાદ ટીમ વર્લ્ડ અને ટીમ યુરોપના ખેલાડીઓએ ફેડરરને ખભા પર ઊંચકીને હવામાં ફેંક્યો હતો. લેવર કપ અને એટીપીના ટ્વિટર હેન્ડલ પરથી ફેડરરની આ છેલ્લી મેચ સાથે જોડાયેલા ઘણા ફોટા અને વીડિયો શેર કરવામાં આવ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top