સુરત : 'ખાવું હોય તો ખાવ...,' રેસ્ટોરન્ટમાં ભોજનમાંથી ઇયળ નીકળ્યા બાદ ગ્રાહકને મળ્યો આવો જવાબ

સુરત : 'ખાવું હોય તો ખાવ...,' રેસ્ટોરન્ટમાં ભોજનમાંથી ઇયળ નીકળ્યા બાદ ગ્રાહકને મળ્યો આવો જવાબ

05/19/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરત : 'ખાવું હોય તો ખાવ...,' રેસ્ટોરન્ટમાં ભોજનમાંથી ઇયળ નીકળ્યા બાદ ગ્રાહકને મળ્યો આવો જવાબ

સુરત શહેર ખાણીપીણી (Surat Food) માટે દેશ જ નહીં વિદેશમાં પણ પ્રસિદ્ધ છે. તાજેતરમાં સુરતની એક હોટલમાં જમવા માટે આવેલા પરિવારને કડવો અનુભવ થયો છે. ફરી એકવાર સુરતમાં ભોજનમાંથી ઈયળ નીકળવાની ઘટના (Worm found from food) સામે આવી છે. શહેરના વી.આર.મોલ સામે આવેલી મુસ્તાક અમદાવાદી તવા ફ્રાય (Mustak Amdawadi tawa fry) રેસ્ટોરન્ટના ભોજનમાંથી ઈયળ નીકળી હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં રેસ્ટોરન્સ વિરુદ્ધ કડક હાથે કામ લેવાની લોક માંગણી ઉઠી છે.


ઉલ્લેખનીય છે કે સુરતીઓ અને સુરત શહેર ખાવાપીવા માટે જાણીતું છે. સુરત શહેરના લોકો સાંજ પડે એટલે મોટી સંખ્યામાં બહાર હોટલમાં પરિવાર સાથે જમવા માટે જતા હોય છે. આ દરમિયાન એક પરિવારને હોટલમાં જમવા ગયા બાદ કડવો અનુભવ થયો હતો. અહીં એક ગ્રાહકે વેજ ફ્રાઈડ રાઈસની આઈટમ મંગાવી હતી. જેમાં ઈયળ નીકળી હતી.


જમવામાં ઇયળ નીકળ્યા બાદ પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. આ મામલે તેમણે રેસ્ટોરન્ટના મેનેજરને ફરિયાદ કરી હતી. જોકે, રેસ્ટોરન્ટન મેનેજર લાજવાને બદલે ગાજ્યો હતો અને ગ્રાહકને ઉડાઉ જવાબ આપ્યો હતો. આ મામલે બાદમાં ગ્રાહકો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) અને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી છે. હાલ સુરતના વિવિધ વોટ્સએપ ગ્રુપમાં આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે રેસ્ટોરન્ટના મેનેજરે એવો ઉડાઉ જવાબ આપ્યો હતો કે, "તમારે જમવું હોય તો જમો."


આ બનાવ બાદ રેસ્ટોરન્ટ સામે કડક હાથે કામ લેવાની લોક માંગણી ઉઠી છે. હકીકતમાં પૈસા કમાઈ લેવાની લ્હાયમાં રેસ્ટોરન્ટ્સ જોઈએ એટલી સ્વચ્છતા રાખતા નથી. આ ઉપરાંત અનેક રેસ્ટોરન્ટ્સમાં ભેળસેળયુક્ત વસ્તુઓ અને અનેક વખત અખાધ્ય વસ્તુઓનો ઉપયોગ થતો હોય છે. જો પાલિકા યોગ્ય તપાસ કરે તો આવી અનેક લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી અનેક રેસ્ટોરન્ટ્સ સામે આવી શકે છે.


આ અંગેનો વીડિયો વાયરલ થવાની સાથે જ રેસ્ટોરન્ટ પર વિરુદ્ધ ફિટકાર વરસી છે. બીજી તરફ પરિવાર જ્યારે જમવામાં ઇયળ હોવાની ફરિયાદ કરી ત્યારે રેસ્ટોરન્ટના મેનેજરે યોગ્ય નિરાકરણ લાવવાને બદલે અથવા તેમને સાંભળવાને બદલે દાદાગીરી કરી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top