અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા 11 પાકિસ્તાની હિંદુઓને નાગરિકતા પત્ર અપાયા

અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા 11 પાકિસ્તાની હિંદુઓને નાગરિકતા પત્ર અપાયા

10/17/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા 11 પાકિસ્તાની હિંદુઓને નાગરિકતા પત્ર અપાયા

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના કલેક્ટર દ્વારા 11 જેટલા પાકિસ્તાની હિંદુઓને ભારતની નાગરિકતા આપતા પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમણે 9 પાકિસ્તાની હિંદુઓની નાગરિકતા માટેના અરજી પત્ર સ્વીકારીને આગળની કાર્યવાહી શરૂ કરવાના આદેશ પણ આપ્યા હતા.


અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ આજે 11 પાકિસ્તાની હિંદુઓને ભારતની નાગરિકતા આપતા સ્વીકાર પત્ર એનાયત કર્યા હતા. જેથી હવે તેઓ ભારતમાં નાગરિક તરીકે રહી શકશે.

જ્યારે કચેરી દ્વારા જણાવવામાં આવ્યું કે નવા 9 જેટલા પાકિસ્તાની હિંદુઓના અરજીપત્ર સ્વીકારી લેવામાં આવ્યા છે અને આગામી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.


નોંધવું જરૂરી છે કે રાજ્ય અને કેન્દ્રની આઈ.બી ટીમ દ્વારા યોગ્ય અને સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ જ બંધારણીય પ્રક્રિયાના આધારે નાગરિકતા પત્ર અપાય છે. છેલ્લા સાત વર્ષથી એક જ સ્થળે રહેતા હોય તેવા વિદેશી નાગરિકો, લઘુમતીઓને નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવે છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા અત્યાર સુધીમાં 868 જેટલા વ્યક્તિઓને ભારતની નાગરિકતા આપવામાં આવી ચૂકી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top