દેશમાં મુસ્લિમોની વસ્તીના પ્રમાણ વિશે અમેરિકી થિંક ટેંકનો ચોંકાવનારો રિપોર્ટ

દેશમાં મુસ્લિમોની વસ્તીના પ્રમાણ વિશે અમેરિકી થિંક ટેંકનો ચોંકાવનારો રિપોર્ટ

09/22/2021 National

SidhiKhabar

SidhiKhabar

દેશમાં મુસ્લિમોની વસ્તીના પ્રમાણ વિશે અમેરિકી થિંક ટેંકનો ચોંકાવનારો રિપોર્ટ

નવી દિલ્હી: દેશમાં જનસંખ્યા નિયંત્રણ અંગે અવારનવાર ચર્ચાઓ ઉઠતી રહે છે. કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ જનસંખ્યા નિયંત્રણ બિલ લાવવાની માગ પણ અવારનવાર ઉઠતી રહી છે. ઉત્તર પ્રદેશે ગત જુલાઈ મહિનામાં જનસંખ્યા નિયંત્રણ નીતિ પણ લાગુ કરી હતી. જેની વચ્ચે અમેરિકન થિંક ટેન્ક ‘પ્યૂ રિસર્ચ સેન્ટર’નું એક અધ્યયન સામે આવ્યું છે. જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે.


શું કહે છે રિપોર્ટ?

રિસર્ચ સેન્ટરના આંકડાઓ અનુસાર, આજે ભારતમાં સૌથી વધુ બાળકો મુસ્લિમો પેદા કરે છે. ૧૯૫૧ થી ૨૦૧૧ વચ્ચે ભારતની વસ્તી લગભગ ત્રણ ગણી થઇ છે પરંતુ આ દરમિયાન મુસ્લિમોની વસ્તી પાંચ ગણી થઇ ગઈ છે. નોંધવું જરૂરી છે સ્વતંત્રતા બાદ ભારતની પહેલી વસ્તી ગણતરી ૧૯૫૧ માં કરવામાં આવી હતી. ત્યારબાદ દર ૧૦ વર્ષે દેશમાં વસ્તી ગણતરી થતી રહી છે.


બીજા ક્રમે હિંદુઓ, સૌથી છેલ્લે જૈન

બીજા ક્રમે હિંદુઓ, સૌથી છેલ્લે જૈન

રિપોર્ટ અનુસાર, ભારતમાં મોટા ધાર્મિક સમૂહોમાં મુસ્લિમોમાં હજુ પણ સૌથી વધુ બાળકો પેદા કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ હિંદુઓ (૨.૧) આવે છે. જ્યારે જૈન ધર્મમાં માનતા લોકો (૧.૨) સૌથી ઓછા બાળકો પેદા કરી રહ્યા છે. સામાન્ય પેટર્ન વર્ષ ૧૯૯૨ જેવી જ છે જયારે મુસ્લિમોમાં સૌથી વધુ ૪.૪ ના દરથી બાળકો પેદા કરવામાં આવી રહ્યા હતા.

જણાવવામાં આવ્યું છે કે, આંકડાઓ અનુસાર ભારતમાં મુસ્લિમ વસ્તી અન્ય ધાર્મિક સમૂહોની સરખામણીએ વધુ ઝડપી વધી રહી છે. જોકે, વર્ષ ૧૯૫૧ ની વસ્તી ગણતરી બાદ અત્યાર સુધી જન્મદરમાં ઘટાડાના કારણે તમામ ધાર્મિક સમૂહોમાં બહુ મોટો ફેર પડ્યો નથી. ભારતની ૧.૨ અબજની વસ્તીમાં હિંદુઓની સંખ્યા ૭૯.૮ ટકા છે. જે વર્ષ ૨૦૦૧માં થયેલ વસ્તી ગણતરીની સરખામણીએ ૦.૭ ટકા જેટલી જ ઓછી છે.


ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈનોની વસ્તી સ્થિર

બીજી તરફ, મુસ્લિમોની વસ્તી ૨૦૦૧ થી ૨૦૧૧ વચ્ચે ૧૩.૪ ટકા જેટલી વધી છે. જોકે, મુસ્લિમ મહિલાઓનો પ્રજનન દર ૧૯૯૨ થી લઈને ૨૦૧૫ વચ્ચે ૪.૪ બાળકોથી ઘટીને ૨.૬ બાળકો ઉપર આવી ગયો છે. જોકે, તેમ છતાં તે હજુ પણ સૌથી વધુ છે. અધ્યયન અનુસાર, હિંદુઓનો પ્રજનન દર ૨.૧ ટકા અને જૈનોનો પ્રજનન દર ૧.૨ બાળક પ્રતિ મહિલા છે.

ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને જૈન દેશની કુલ ૬ ટકા વસ્તીમાં આવે છે. તેમની વસ્તી વર્ષ ૧૯૫૧ થી લઈને આજ દિન સુધી સ્થિર રહી છે. રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ભારતની સ્વતંત્રતા બાદ ધાર્મિક વસ્તીમાં ફેરફાર પાછળ બાળકોનો જન્મદર સૌથી મોટું કારણ છે.


જૂનમાં પણ ‘પ્યૂ’ દ્વારા રિપોર્ટ પ્રકાશિત થયો હતો

આ પહેલા જૂન ૨૦૨૦૧ માં પણ ‘પ્યૂ’ દ્વારા ભારતમાં વિવિધ ધર્મો ઉપર પોતાનો અધ્યયન રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતની વસ્તી વિવિધતા ભરેલી છે અને ધર્મમાં ખાસ્સી આસ્થા ધરાવે છે. દુનિયામાં મોટાભાગના હિંદુ, જૈન અને શીખો ભારતમાં જ રહે છે. પરંતુ સાથે ભારત દુનિયાની સૌથી મોટી મુસ્લિમ વસ્તીવાળા દેશોમાંનો એક છે. જ્યારે, અહીં બૌદ્ધ અને ખ્રિસ્તીઓની વસ્તી માત્ર લાખોમાં છે.


દુનિયાનું જાણીતું થિંક ટેન્ક રિસર્ચ સેન્ટર

ઉલ્લેખનીય છે કે પ્યૂ રિસર્ચ સેન્ટર દુનિયાનું જાણીતું થિંક ટેંક છે જે દુનિયાની અલગ-અલગ સમસ્યાઓ અને મુદ્દાઓ અંગે અધ્યયન કરે છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન સ્થપાયું તે પહેલા પ્યૂ દ્વારા ૩૦ એપ્રિલ ૨૦૧૩ માં એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ૯૯ ટકા અફઘાનીઓએ દેશમાં અધિકારિક કાનૂન રૂપે ઇસ્લામિક શરિયા કાયદાનું સમર્થન કર્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top