તહેવારોની રમઝટ વચ્ચે સસ્તું થયું સોનું, ચાંદીમાં પણ જોરદાર ઘટાડો થયો
ડૉલર ઇન્ડેક્સમાં વધારો અને ફેડ રેટમાં વધારાની અપેક્ષા વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં દબાણ જોવા મળી રહ્યું છે. જેની અસર ભારતીય વાયદા બજારમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. મલ્ટી કોમોડિટી ઈન્ડેક્સમાં સોનું 50,250ની નીચે ટ્રેડ થઈ રહ્યું છે જ્યારે ચાંદીની કિંમત 500 રૂપિયા પ્રતિ કિલો ઘટી રહી છે. બીજી તરફ વિદેશી બજારોમાં પણ સોનું 1700 ડોલર પર રહેવા માટે સંઘર્ષ કરી રહ્યું છે, જ્યારે ચાંદી 18.50 ડોલર પ્રતિ ઔંસથી વધુની સપાટીએ ટ્રેડ થઈ રહી છે. ચાલો તમને એ પણ જણાવીએ કે વર્તમાન સમયે સોના અને ચાંદીના ભાવ કયા સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે.
IIFLના વાઈસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર હાલમાં ડોલર ઈન્ડેક્સમાં વધારો થયો છે. ઉપરાંત, ફેડ આવતા સપ્તાહે વ્યાજ દરોમાં 75 બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે. જેની અસર સોના-ચાંદીના ભાવમાં જોવા મળી રહી છે. અનુજ ગુપ્તા કહે છે કે સોના અને ચાંદીના ભાવની દૃષ્ટિએ આવનારા દિવસો ખૂબ જ કપરા રહેવાના છે. ફેડ રેટ અને ડૉલર ઇન્ડેક્સ નક્કી કરશે કે સોના અને ચાંદીના ભાવ કયા સ્તરે નીચે આવશે અને કયા સ્તરે વધશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp