ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપવા રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, આ આઠ મહાનગરોનાં સાર્વજનિક સ્થળો

ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપવા રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, આ આઠ મહાનગરોનાં સાર્વજનિક સ્થળોએ થશે અમલ

02/19/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપવા રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, આ આઠ મહાનગરોનાં સાર્વજનિક સ્થળો

ગુજરાત ડેસ્ક : રાજ્યમાં ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતી ભાષાનો મહતમ ઉપયોગ ગ્રામ્ય વિસ્તારોમાં જ થાય છે. રાજ્યના શહેરો પશ્ચિમનાં દેશો તરફ વળવા લાગ્યા છે. નાના ભૂલકા પણ ગુજરાતી ભાષાને માન આપતા નથી. ગુજરાતી ભાષાનું મહત્વ ભૂલાતું જાય છે. ગુજરાતીમાં કોઈ આવેદન પત્ર કે અરજી કરવાની હોય તો લોકો ગુજરાતી જોડણીનુ પણ ધ્યાન રાખતા નથી. આપણી ભાષા સાચી રીતે લખાય તે જરૂરી છે.


દસ-બાર વર્ષના બાળકને જો પૂછવામાં આવે કે તારો પ્રિય લેખક કોણ? તો તેના જવાબમાં કોઈ ગુજરાતી સાહિત્યકારનું નામ આવતું નથી. જે ખૂબ જ શરમજનક છે. આજના યુગમાં કવિ નર્મદ, નરસિંહ મેહતા, પ્રેમાનંદ, દલપતરામ, ન્હાનાલાલ, કલાપી, ગોવર્ધનરામ ત્રિપાઠી, બાલમુકુન્દ દવે, જ્યોતીન્દ્ર દવે, ઝવેરચંદ મેઘાણીને (... યાદી ઘણી લાંબી છે) ઓળખનારા કેટલા? જો તારક મેહતા વિશે પૂછવામાં આવે તો ટીવી પર આવતી ધારાવાહિક વિશે માહિતી મળશે. આથી ગુજરાતી ભાષાના મહત્વને જાળવી રાખવા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.    


રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગે ઠરાવ પસાર કર્યો કે, રાજ્યના 8 મહાનગરોમાં તમામ સરકારે આદેશ કર્યો હતો કે સરકારી કચેરીઓ, પરિસરો અને સાર્વજનિક સ્થળોએ લખાણમાં ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે. સાર્વજનિક સ્થળો પર સૂચના, જાણકારી, દિશાનિર્દેશ ગુજરાતીમાં ફરજિયાત લખવા પડશે. મહાનગરોની સરકારી કચેરીઓ અને ખાનગી માલિકનીના સાર્વજનિક સ્થળો પર ગુજરાતી ફરજિયાત કરવામાં આવશે. માતૃભાષાને પ્રાધાન્ય આપવાનો રાજ્યના યુવા અને સાંસ્કૃતિક વિભાગે આવકારદાયક નિર્ણય લીધો છે. તમામ મનપા કમિશનરોએ આ બાબતે અમલીકરણ કરવાનું રહેશે.


માતૃભાષા દિવસ

21 ફેબ્રુઆરીએ ગુજરાતી માતૃભાષા દિવસ છે, ત્યારે એ પહેલા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી આપણે જાહેર સ્થળો પર અંગ્રેજીમાં લખાણ લખેલા બોર્ડ જોતા હતા, પરંતુ હવેથી આ બોર્ડ ગુજરાતી ભાષામાં જોવા મળશે. આ સૂચનાનો ફરજિયાતપણે પાલન કરવાનો રહેશે. અંગ્રેજી ભાષાના ચલણ વચ્ચે ગુજરાતી ભાષાને જીવંત રાખવા સરકારનો આ પ્રયાસ વખાણવા યોગ્ય છે.

  


કયા મહાનગરોમાં ગુજરાતી ફરજીયાત?

કયા મહાનગરોમાં ગુજરાતી ફરજીયાત?

રાજ્યનાં આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં લાગનારા બોર્ડ, સૂચના અને તમામ માહિતી માતૃભાષામાં આપવામાં આવશે. મહાનગરોમાં સરકારી કંપની, સિનેમાગૃહ, નાટ્યગૃહ, બેન્કવેટ હોલ, શાળા-કોલેજ, સુપર માર્કેટ, શોપિંગ મોલ્સ, હોસ્પિટલ, હોટેલ-રેસ્ટોરન્ટ-કેફે, બેંક, વાંચનાલય, બાગ-બગીચાના બોર્ડ ગુજરાતીમાં લખવા આદેશ કરાયો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top