સૌને પ્રેરણા પૂરી પાડતી એક મહેનતી આઈએએસની કહાની

સૌને પ્રેરણા પૂરી પાડતી એક મહેનતી આઈએએસની કહાની

09/19/2020 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

સૌને પ્રેરણા પૂરી પાડતી એક મહેનતી આઈએએસની કહાની

લોકો પાસે ઘણી વખત પૂરતી સુવિધા અથવા તો નાણાકીય મુશ્કેલીને કારણે તેમના સપના અધૂરા રહી જતા હોય છે. પરંતુ આ વાતને એક યુવાને ખોટી સાબિત કરી દીધી છે. આ યુવાનનું નામ છે માધવ ગિટ્ટે. માધવે વર્ષ 2019માં UPSCની પરીક્ષા આપી હતી અને તે તેમાં 210 મો ક્રમાંક મેળવી આઈએએસ બનવાની રાહ પર આગળ વધી રહ્યો છે. એન્જિનીયરીંગ કર્યા બાદ સિવિલ સર્વન્ટ બનવાની ઈચ્છા ધરાવતા માધવની આ બીજી ટ્રાય હતી. હાલમાં તે ટ્રેનિંગ લઈ રહ્યો છે.


ભલે હાલમાં માધવ આઈએએસ બનવાની તૈયારીમાં છે, પરંતુ અહીં સુધીની તેની સફળ લગભગ અસંભવ જેવી હતી. પરંતુ પોતાના દ્રઢ મનોબળ અને મહેનતના પરિણામે તે આજે અહીં સુધી પહોંચ્યો છે. મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં જન્મેલા માધવના માતા-પિતા ખેડૂત છે અને તેમને માધવ સહિત પાંચ બાળકો છે.

માધવના ભણતરમાં પણ ઘણી અડચણો આવી હતી. તે જ્યારે 10માં ધોરણમાં હતો ત્યારે તેની માતાને કેન્સર આવ્યું હતું અને માત્ર વર્ષની અંદર તેમનું દેહાંત થઈ ગયું હતું. 11 માં ધોરણ માટે તે રોજ 11 કિલોમીટર સાયકલ ચલાવીને શાળાએ પહોંચતો હતો. પરંતુ અમુક કારણોસર તેમણે 11 ધોરણ પછી એક વર્ષનો ગેપ લેવો પડ્યો હતો. પરંતુ તે પછી તેણે 12મા ની પરીક્ષા આપી હતી.


ધોરણ 12 પછી તેણે પોલિટેક્નિકમાં એડમિશન માટે અપ્લાઈ કર્યું પરંતુ માર્ક્સ ઓછા હોવાને લીધે તેને એડમિશન મળ્યું નહીં. આથી તેણે પરિવારને મદદરૂપ થવા માટે 2400 રૂપિયા મહિનાના પગારે મજૂર તરીકેનું કામ શરૂ કર્યું. થોડા સમય બાદ તેને એક નવી પોલિટેક્નિક કોલેજ અંગે જાણવા મળ્યું અને તેણે ત્યાં એડમિશન લઈ લીધું. પરંતુ કોલેજની ફી ભરવા માટે તેણે પોતાની જમીન ગીરવે મૂકી પડી. આ રીતે તેણે ડિપ્લોમા પૂરું કર્યું, પરંતુ તેના કોલેજ દરમિયાન તે ટોપર રહ્યો હતો.

કોલેજનો ટોપર હોવાને લીધે તેને ગ્રેજ્યુએશમાં તરત એડમિશન મળી ગયું અને ત્યારબાદ એક સોફ્ટવેર કંપનીમાં પણ સારી નોકરી મળી ગઈ. નોકરી મળતા તેને તેની યુપીએસીની મંજિલ સાફ દેખાઈ રહી હતી. તેને પરીક્ષાના તમામ વિષયોનું નોલેજ ન હતું પરંતુ તેને પોતાની મહેનત પર પૂરો વિશ્વાસ હતો અને એ વિશ્વાસથી જ તેણે આજે બીજી ટ્રાયલે જાત મહેનતે 210મો ક્રમ મેળવી પોતાના સપના તરફ વધુ એક ઉડાન ભરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top