અહો આશ્ચર્યમ: સુરતમાં વૃદ્ધ વ્યક્તિને મૃત્યુના 6 મહિના બાદ કોરોના વેક્સિનનો બીજો ડોઝ અપાયો!

અહો આશ્ચર્યમ: સુરતમાં વૃદ્ધ વ્યક્તિને મૃત્યુના 6 મહિના બાદ કોરોના વેક્સિનનો બીજો ડોઝ અપાયો!

10/16/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

અહો આશ્ચર્યમ: સુરતમાં વૃદ્ધ વ્યક્તિને મૃત્યુના 6 મહિના બાદ કોરોના વેક્સિનનો બીજો ડોઝ અપાયો!

સુરત: દુનિયાભરમાં લાખો લોકોના જીવ લઇ ચુકેલા અને કરોડો લોકોને ચપેટમાં લઇ ચુકેલા જીવલેણ કોરોના વાયરસ સામેની રસી લેવાનું કોને ન ગમે? આમ તો શરૂઆતમાં રસી અંગે લોકોમાં થોડી અસમંજસ હતી પરંતુ સમય જતા હવે લગભગ મોટાભાગના લોકો રસી લઇ રહ્યા છે અને ઘણાના બંને ડોઝ પણ લેવાઈ ચુક્યા છે.

આમ તો ગુજરાત રસીકરણમાં મોખરે છે અને મોટાભાગના શહેરોમાં 90 ટકાથી વધુ રસીકરણ થયું છે. પરંતુ હજુ પણ કેટલાક લોકોને પહેલો ડોઝ લેવાનો બાકી છે તો બીજા ડોઝ લેનારાની પણ સંખ્યા વધુ છે. જીવિત વ્યક્તિઓનું હજુ રસીકરણ બાકી છે ત્યાં સુરત મહાનગરપાલિકાએ એક મૃત વ્યક્તિને તેમના અવસાનના છ મહિના બાદ રસી આપી હતી!

સુરતમાંથી આ કિસ્સો બહાર આવ્યો છે. જ્યાં છ મહિના પહેલા મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવાર ઉપર ગત ચોથી ઓક્ટોબરે મેસેજ આવ્યો કે તેમણે કોરોના રસીનો બીજો ડોઝ સફળતાપૂર્વક લઇ લીધો છે!


માર્ચમાં પહેલો ડોઝ લીધો હતો, ત્યારબાદ એપ્રિલમાં અવસાન થઇ ગયું હતું

માર્ચમાં પહેલો ડોઝ લીધો હતો, ત્યારબાદ એપ્રિલમાં અવસાન થઇ ગયું હતું

વાત એમ છે કે સુરતના વરાછા ખાતે રહેતા સ્વ.રવજીભાઈ ગોઠડિયાએ માર્ચ મહિનામાં કોરોના રસીનો પહેલો ડોઝ લીધો હતો. પરંતુ ત્યારબાદ એપ્રિલ મહિનામાં તેમની તબિયત લથડી ગઈ અને હોસ્પિટલમાં થોડા દિવસોની સારવાર બાદ 19 એપ્રિલે તેમનું અવસાન થઇ ગયું હતું. જે તારીખ તેમના ડેથ સર્ટીફીકેટમાં પણ લખવામાં આવી છે.

રવજીભાઈના પુત્રે સીધી ખબર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, પિતાના અવસાનના 15 દિવસ બાદ બીજા ડોઝની તારીખ નજીક હોવાથી SMC માંથી તેમને ફોન આવ્યો હતો અને રસી લઇ લેવા માટે જણાવ્યું હતું. પરંતુ તેમણે પિતા હયાત ન હોવાની જાણ કરી હતી. પરંતુ તેમ છતાં ત્યારબાદ સાતથી આઠ વખત SMC માંથી બીજા ડોઝ માટે ફોન આવ્યા હતા અને તેમણે પરિસ્થિતિ અંગે માહિતગાર કર્યા હતા.


4 ઓક્ટોબરે રસીનો બીજો ડોઝ લઇ લીધો હોવાનો મેસેજ આવ્યો

4 ઓક્ટોબરે રસીનો બીજો ડોઝ લઇ લીધો હોવાનો મેસેજ આવ્યો

પરંતુ ગત 4 ઓક્ટોબરે હદ થઇ ગઈ, જ્યારે તેમને તેમના પિતાએ રસીનો બીજો ડોઝ લઇ લીધો હોવાનો મેસેજ તેમના મોબાઈલ પર આવી ગયો. તેમણે જણાવ્યું કે, ‘ગત 4 ઓક્ટોબરના રોજ સાંજે સાડા પાંચ વાગ્યે મારા ફોનમાં મેસેજ આવ્યો અને તેમાં લખ્યું પપ્પાએ રસીનો બીજો ડોઝ લઇ લીધો છે, અને સાથે સર્ટીફીકેટ ડાઉનલોડ કરવા માટે લિંક પણ આપી હતી. મેં લિંક ખોલીને જોયું તો તેમાં પપ્પાનું જ નામ લખેલું હતું. જ્યારે તેમના અવસાનને 6 મહિના થઇ ગયા છે!’

એક તરફ સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રસીકરણ 100 ટકાથી વધુ થઇ ગયું હોવાની વાતો કરવામાં આવે છે ત્યારે બીજી તરફ આ પ્રકારના છબરડા બહાર આવતા આ કામગીરી અંગે પણ પ્રશ્ન સર્જાઈ રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top