કાલે અષ્ટમીના દિવસે અનુષ્કાએ વામિકા સાથે શેર કરી નવી પોસ્ટ! કહ્યું તે મને દરરોજ બહાદુર બનાવે છે

કાલે અષ્ટમીના દિવસે અનુષ્કાએ વામિકા સાથે શેર કરી નવી પોસ્ટ! કહ્યું તે મને દરરોજ બહાદુર બનાવે છે!

10/14/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

કાલે અષ્ટમીના દિવસે અનુષ્કાએ વામિકા સાથે શેર કરી નવી પોસ્ટ! કહ્યું તે મને દરરોજ બહાદુર બનાવે છે

અનુષ્કા શર્મા(Anushka Sharma) અને વિરાટ કોહલી(Virat Kohli) તેમની લાડકી દિકરી વામિકાનો(Vamika) ચહેરો તેમના ચાહકો અને મીડિયા સમક્ષ જાહેર કરતા નથી. જોકે વિરાટ અને અનુષ્કા બંને થોડા થોડા દિવસે વામિકાની ઝલક શેર કરતા રહે છે. કાલે દુર્ગા અષ્ટમી નિમિતે અનુષ્કા શર્માએ તેની અને વામિકાની એક તસવીર પોસ્ટ કરી હતી, જેને લાખો લોકો દ્વારા જોવાઈ રહી છે. ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતી વખતે અનુષ્કાએ લખ્યું કે તેની પુત્રી દરરોજ તેને "બહાદુર" અને "હિંમતવાન" બનાવે છે.


પોસ્ટ ઉપર કોમેન્ટોનો વરસાદ :

અનુષ્કાએ તેના ચાહકોને હેપ્પી અષ્ટમીની શુભેચ્છા પાઠવતા લખ્યું કે, 'મારી નાની વામિકા મને દરરોજ બહાદુર અને વધુ હિંમતવાન બનાવે છે.' ફોટો પોસ્ટ કરવાની સાથે જ વિરુષ્કાના ચાહકોએ તેની આ નવી પોસ્ટ ઉપર કોમેન્ટોનો વરસાદ કર્યો હતો. સાનિયા મિર્ઝા, વાણી કપૂર, મૌની રોયે કોમેન્ટ બોક્ષમાં ઇમોજીસ મુક્યા હતા. જયારે તાહિરા કશ્યપે આ તસ્વીરને કિંમતી ગણાવી હતી.


ઘણા મહિનાઓ પછી વામિકાનો ફોટો કર્યો શેર :

ઘણા મહિનાઓ પછી વામિકાનો ફોટો કર્યો શેર :

અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે, પરંતુ તેણે ઘણા મહિનાઓ પછી વામિકાનો ફોટો શેર કર્યો છે. વમિકા પર તેની છેલ્લી પોસ્ટ જુલાઈમાં કરી હતી જ્યારે અનુષ્કાએ વામિકાના છ મહિના પૂર્ણ થયાની ઉજવણી કરી હતી. ત્યારે અભિનેત્રીએ ફોટો શેર કરતા લખ્યું હતું કે, દિકરીનું એક સ્મિત આપણી આખી દુનિયાને બદલી શકે છે!


વામિકાની નવી ઝલક :

વામિકાની નવી ઝલક :

અનુષ્કા અને વિરાટે ૨૦૨૧ના વર્ષની શરૂઆતમાં જ વામિકાનું સ્વાગત કર્યું હતું. 11 જાન્યુઆરીએ, વિરાટ કોહલીએ એક નોંધ શેર કરીને જાહેરાત કરી હતી કે તેમના ઘરે પુત્રીનો જન્મ થયો છે. અનુષ્કાએ ઇન્સ્ટાગ્રામ પર વામિકાની એક તસવીર શેર કરી જેમાં તેનો ચહેરો દેખાતો નથી. બાળકી તેની માતાનું નાક કરડતી જોવા મળે છે અને અભિનેત્રી હસતી જોવા મળે છે. તસવીર શેર કરતાં અનુષ્કાએ લખ્યું, 'દરેક દિવસ મને વધુ બહાદુર અને હિંમતવાન બનાવી રહ્યો છે. મારી નાની વામિકા, તમારી અંદર દેવીની શક્તિ હોય તેવી મારી ઇચ્છા છે. હેપ્પી અષ્ટમી વામિકા.'


એક sessionમાં વિરાટે કહ્યું :

એક sessionમાં વિરાટે કહ્યું :

અનુષ્કા અને વિરાટ સતત વામિકાની ઓળખ ગુપ્ત રાખે છે. મે મહિનામાં Ask Me Anything session દરમિયાન વિરાટને એક ચાહકે પુત્રીની ઝલક આપવા માટે કહ્યું હતું. આ અંગે ક્રિકેટરે કહ્યું, 'અમે નક્કી કર્યું છે કે અમારા બાળકને સોશિયલ મીડિયા પર ત્યાં સુધી જાહેર કરશું નહિ, જ્યાં સુધી તે સમજી ન જાય કે સોશિયલ મીડિયા શું છે.'


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top