શું તમને હોરર ફિલ્મ જોતી વખતે ડર લાગે છે? હોરર મ્યુઝિકની અલગ જ છે દુનિયા!

શું તમને હોરર ફિલ્મ જોતી વખતે ડર લાગે છે? હોરર મ્યુઝિકની અલગ જ છે દુનિયા!

10/02/2021 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

શું તમને હોરર ફિલ્મ જોતી વખતે ડર લાગે છે? હોરર મ્યુઝિકની અલગ જ છે દુનિયા!

‘ડરના ઝરૂરી હૈ’. કોઈ ગમે એટલી ફિશિયારી ખાંડે, પણ સાચી વાત એ છે કે ડર બધાને લાગે છે. તમે કોઈ હોરર ફિલ્મ જોતા હોવ, અને ડરામણો સીન જોઈને તમારા રૂંવાડા ઉભા થઇ જાય એવું જરૂર બન્યું જ હશે. પણ શું તમે જાણો છો, કે ફિલ્મ જોતી વખતે ડરની ‘ઇફેક્ટ’ પેદા કરવામાં કલાકારોની એક્ટિંગ કરતા પણ વધુ મહત્વની વસ્તુ છે બેકગ્રાઉન્ડ મ્યુઝિક! જી હા, સંગીતની અમુક ધૂન એવી હોય છે, જે તમને રીતસરના ડરાવી મારે! હોરર ફિલ્મના દિગ્દર્શકો આવી જ ડરામણી ધૂનનો છૂટથી ઉપયોગ કર્તા હોય છે.

આ તમામ ચર્ચાને લઈને કેલીફોર્નીયાના વિશ્વવિદ્યાલયમાં એક પ્રોફેસર દ્વારા આ વિષય ઉપર શોધ કરાઈ. તેમણે જણાવ્યું કે, જયારે પશુઓ પોતાના માતા-પિતાને બોલાવવા માટે અવાજો કાઢતા હોય છે તે અવાજો સાંભળીને મનુષ્યમાં ડર ઉત્પન્ન થાય છે. જેને ‘નોનલીનિયર સાઉન્ડ’ તરીકે ઓળખવામાં આવે છે.


તમે કદી ‘શેતાની ધૂન’ સાંભળી છે?

તમે કદી ‘શેતાની ધૂન’ સાંભળી છે?

સંગીતના નિષ્ણાંતો કહે છે કે અમુક ધૂનની અસર સીધી મગજ (mind) ઉપર થાય છે. દાખલા તરીકે ટ્રાઈટોન નામનો ધ્વનિ મગજમાં એવી અસર પેદા કરે છે કે માણસ ભયભીત અને અસુરક્ષિત હોવાનો ભાવ અનુભવે છે!


હોરર મુવીના અવાજો :

હોરર મુવીના અવાજો :

કેટલાક એવા અવાજો હોય છે જે આપણા મગજ અને મનમાં પહેલાથી જ ઘર કરી ગયા હોય છે. જે હોરર મૂવીમાં(horror movie) વાપરવામાં આવે છે. જેમાં ઝાંઝર અને ઘુંઘરૂના રણકારનો અવાજ, સનસનાટ વહેતી તેજતર્રાર હવા, વાદળ ગર્જવાનો અવાજ, વૃક્ષના પાંદડાઓનો ઉડવાનો અવાજ, બિલાડીનો અવાજ, વીજળીના કડાકાનો અવાજ, ક્યાંક કોઈ વ્યક્તિનું જોરથી બૂમ પડવાનો અવાજ વગેરે જેવા અવાજો વાપરવામાં આવે છે. આવા અવાજોના કારણેજ હોરર મૂવી ડરામણી બની જતી હોય છે.


આ લક્ષણો બતાવે છે કે માણસ ડરી રહ્યો છે!

આ લક્ષણો બતાવે છે કે માણસ ડરી રહ્યો છે!

આપણે જયારે પ્રાણીસંગ્રાલયમાં જઈએ ત્યારે સિંહ અને ચિત્તા જેવા પ્રાણીઓની ત્રાડથી આપણને ડર નથી લાગતો, કારણકે ત્યારે આપણને  ખબર હોય છે કે, તેઓ કેદ છે. પરંતુ જો રાતના સમયે ઘરે હોય અને આવા અવાજો સંભળાય તો આપણને ડર લાગે છે. કારણકે, રાતના સમયે આવા અવાજો સાંભળવાથી શરીરમાં ડર પેદા કરે એવા હોર્મોન્સ ઉત્પન્ન થાય છે. આવા ડરામણા અવાજના લીધે આપણાં હૃદયના ધબકારા વધી જાય છે, પસીનો આવવા લાગે છે, આંખ મોટી થઈ જાય છે વગેરે જેવા લક્ષણો ઉત્પન્ન થવા લાગે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top