અરૂણાચલ પ્રદેશના તવાંગમાં આર્મીનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ, એક પાઇલટનું મોત, એક ગંભીર

અરૂણાચલ પ્રદેશના તવાંગમાં આર્મીનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ, એક પાઇલટનું મોત, એક ગંભીર

10/05/2022 National

SidhiKhabar

SidhiKhabar

અરૂણાચલ પ્રદેશના તવાંગમાં આર્મીનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ, એક પાઇલટનું મોત, એક ગંભીર

અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તાર પાસે આજે એક મોટો અકસ્માત થયો છે. ભારતીય સેનાનું એક ચિતા હેલિકોપ્ટર અહીં ક્રેશ થયું છે. આ અકસ્માતમાં એક પાયલોટનું મોત થયું છે. સેના સાથે જોડાયેલા એક અધિકારીએ આ અંગે માહિતી આપી છે.આર્મી ઓફિસરના જણાવ્યા અનુસાર આ ઘટના સવારે 10 વાગ્યાની આસપાસ બની હતી. હેલિકોપ્ટરના બંને પાઇલટને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જેમાં એક પાઇલટ સૌરભ યાદવ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.  બીજા પાઇલટની સારવાર કરવામાં આવી રહી છે. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

 


આ વર્ષે જુલાઈમાં રાજસ્થાનના બાડમેરના ભીમડા પાસે એરફોર્સનું મિગ-21 ફાઈટર જેટ ક્રેશ થયું હતું. તેનો કાટમાળ એક કિલોમીટર સુધી વિખરાયેલો હતો. ફાઈટર પ્લેન મિગ-21 ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી ગઈ હતી. માહિતી મળતા જ પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. આ અકસ્માત બૈતુ પોલીસ સ્ટેશન વિસ્તારના ભીમડા ગામમાં થયો હતો. આ અકસ્માતમાં બંને પાઇલટ શહીદ થયા હતા.


 આ પહેલા ઓગસ્ટ 2021માં વધુ એક મિગ-21 એરક્રાફ્ટ બાડમેરમાં ક્રેશ થયું હતું. તે ફાઈટર જેટની ટ્રેનિંગ ફ્લાઈટ પર હતું. ટેકઓફ કર્યા બાદ તેમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી અને વિમાન એક ઝૂંપડી પર પડ્યું હતું. જોકે, તે સમયે પ્લેન ક્રેશ થાય તે પહેલા જ પાયલટે પોતાની જાતને બહાર કાઢી લીધી હતી.ગયા વર્ષે 24 ડિસેમ્બરે પણ ભારતીય વાયુસેનાનું મિગ-21 ફાઈટર પ્લેન રાજસ્થાનના જેસલમેર પાસે ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પાયલટ વિંગ કમાન્ડર હર્ષિત સિન્હાનું મોત થયું હતું. જે જગ્યાએ જેટ પડ્યું તે સુદાસરી ડેઝર્ટ નેશનલ પાર્ક છે અને તે પાકિસ્તાન બોર્ડર પાસે છે. આ વિસ્તાર સેનાના નિયંત્રણ હેઠળ છે. એટલા માટે ત્યાં કોઈને જવાની પરવાનગી નથી.

 


 વિંગ કમાન્ડર હર્ષિત સિંહાએ જેસલમેર એરફોર્સ સ્ટેશનથી નિયમિત ફ્લાઇટ માટે ઉડાન ભરી હતી. અકસ્માત સ્થળ જેસલમેરથી લગભગ 70 કિમી દૂર હતું. ઘટના બાદ નજીકના ગ્રામજનોએ જણાવ્યું હતું કે વિમાનમાં હવામાં આગ લાગી હતી, ત્યારબાદ તે ધડાકા સાથે જમીન પર આવી ગયું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top