POCSO એક્ટ હેઠળ 12 વર્ષના છોકરાની ધરપકડ, 17 વર્ષની છોકરીને ગર્ભવતી બનાવવાનો આરોપ

POCSO એક્ટ હેઠળ 12 વર્ષના છોકરાની ધરપકડ, 17 વર્ષની છોકરીને ગર્ભવતી બનાવવાનો આરોપ

04/23/2022 National

SidhiKhabar

SidhiKhabar

POCSO એક્ટ હેઠળ 12 વર્ષના છોકરાની ધરપકડ, 17 વર્ષની છોકરીને ગર્ભવતી બનાવવાનો આરોપ

તમિલનાડુના (Tamil Nadu) તંજાવુર જિલ્લામાં એક 12 વર્ષના છોકરાની કિશોરી સાથે કથિત અફેર (Alleged affair) અને તેણીને ગર્ભવતી (Pregnant) બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે 17 વર્ષની છોકરીએ એક બાળકીને જન્મ આપ્યો છે અને તંજાવુર મહિલા પોલીસે આ કેસમાં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO) હેઠળ છોકરાની ધરપકડ કરી છે.


પોલીસના જણાવ્યા અનુસાર, તેમને પોલીસ ચોકીની રાજા મીરસુદર હોસ્પિટલમાંથી માહિતી મળી હતી કે થોડા દિવસો પહેલા એક 17 વર્ષની છોકરીએ એક બાળકીને જન્મ આપ્યો હતો. પૂછપરછમાં જાણવા મળ્યું કે છોકરી અને 12 વર્ષનો છોકરો છેલ્લા કેટલાક વર્ષોથી "રિલેશનશિપ" માં હતા અને જેના કારણે છોકરી ગર્ભવતી બની હતી.


POCSO એક્ટ શું છે ?

POCSO એક્ટ હેઠળ, 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સાથે કોઈપણ પ્રકારના જાતીય હુમલો, જાતીય શોષણ અને જાતીય અપરાધો જેવા કે પોર્નોગ્રાફી માટે કાર્યવાહી કરવામાં આવે છે. POCSO એક્ટ છોકરો અને છોકરી બંનેને શારીરિક સુરક્ષા પ્રદાન કરે છે. આ હેઠળ નોંધાયેલા કેસની સુનાવણી વિશેષ અદાલતમાં થાય છે. આ કાયદો વર્ષ 2012માં બનાવવામાં આવ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top