એન્કાઉન્ટરના ડરમાં ફફડતો અતિક અહેમદ યુપી પહોંચશે : પોલીસ કાફલા સાથે અતિકની બહેન અને વકીલ પણ જો

એન્કાઉન્ટરના ડરમાં ફફડતો અતિક અહેમદ યુપી પહોંચશે : પોલીસ કાફલા સાથે અતિકની બહેન અને વકીલ પણ જોડાયા છે

03/27/2023 National

SidhiKhabar

SidhiKhabar

એન્કાઉન્ટરના ડરમાં ફફડતો અતિક અહેમદ યુપી પહોંચશે : પોલીસ કાફલા સાથે અતિકની બહેન અને વકીલ પણ જો

Atique Ahmed Live News : એક સમયે આખા ઉત્તર પ્રદેશને ધ્રુજાવનાર માફિયા ડોન અતિક અહેમદને પોલીસના ભારે બંદોબસ્ત વચ્ચે ગુજરાતની સાબરમતી જેલથી ટ્રાન્સફર કરીને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે લઇ જવાય રહ્યો છે. રવિવારે સાંજે 6 વાગ્યે પોલીસ કાફલો અતિકને લઈને સાબરમતીથી રવાના થયો હતો. અતિકે સાબરમતી જેલમાંથી બહાર આવતા જ જણાવ્યું હતું કે તેને પોલીસ દ્વારા એન્કાઉન્ટર થઇ જવાનો ડર સતાવી રહ્યો છે. બસપા વિધાયક રાજુ પાલની હત્યાના સાક્ષી એવા ઉમેશ પાલની ગત 24 ફેબ્રુઆરીએ સરાજાહેર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેમાં અતિક અહેમદની સંડોવણી બહાર આવી હતી. ત્યાર પછી યુપીની પોલીસ અતિક અહેમદ અને એના ગુનાખોરીના સામ્રાજ્ય પાછળ હાથ ધોઈને પડી છે.


કાફલો ઝાંસીમાં લાંબો સમય રોકાતા તર્ક-વિતર્ક

કાફલો ઝાંસીમાં લાંબો સમય રોકાતા તર્ક-વિતર્ક

ઉમેશ પાલ હત્યા કેસમાં સંડોવાયેલા અતિક અહેમદને આજે ગુજરાત જેલમાંથી પ્રયાગરાજ લઇ જવાય રહ્યો છે. આઠથી દસ કલાકની મુસાફરી બાદ કાફલો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે પહોંચી જશે, એવું કહેવાય રહ્યું છે. બીજી તરફ અતિકનો ભાઈ અશરફ કે જે બરેલીની નૈની જેલમાં છે, એને પણ પ્રયાગરાજ લઇ જવાશે. સાંજે 7 થી 8 વાગ્યાની વચ્ચે બંને ભાઈઓ પ્રયાગરાજ પહોંચી જશે. કાફલો આજે સવારે એકાદ કલાક માટે ઝાંસી પોલીસ લાઈન ખાતે રોકાયો હતો. અચાનક આટલું લાંબુ રોકાણ થતા અનેક તર્ક-વિતર્ક થવા માંડ્યા હતા. પરંતુ પાછળથી સ્પષ્ટતા થઇ હતી કે પોલીસ કાફલો ચા-નાસ્તો કરવા માટે રોકાયો હતો.


“પોલીસ મારા ભાઈનું એન્કાઉન્ટર કરી નાખશે!”

“પોલીસ મારા ભાઈનું એન્કાઉન્ટર કરી નાખશે!”

આ વખતે અતિકને લઇ જનારા પોલીસ કાફલાની સાથે અતિકની બહેન અને વકીલ પણ જોડાયા છે. ગઈકાલે અતિક અહેમદે પોતાનું એન્કાઉન્ટર થઇ જવાની દહેશત વ્યક્ત કરી હતી. આજે એની બહેને પણ એ જ પ્રકારની આશંકા વ્યક્ત કરતા કહ્યું કે યુપી પોલીસ મારા ભાઈનું એન્કાઉન્ટર કરી નાખશે, એવો ડર પરિવારજનોને સતાવી રહ્યો છે.

નોંધનીય બાબત એ છે કે અતિકનાં મોટા ભાગના પરિવારજનો હાલમાં જુદા જુદા ગુનાઓ હેઠળ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે. એક જમાનામાં અતિક અહેમદ અને એના પરિવારથી આખા યુપીનું પ્રશાસન ફફડતું હતું. પણ આજે ખુદ અતિક અહેમદ અને એનો પરિવાર યોગી આદિત્યનાથની યુપી પોલીસથી ફફડી રહ્યા છે! મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના શાસનકાળ દરમિયાન યુપીની પોલીસ ભલભલા બાહુબલી ગુનેગારો સામે કડક પગલા ભરવા જાણીતી થઇ છે. એમાંય અમુક ઘટનામાં ગુનેગારને લઇ જતી પોલીસ જીપ પલટી ખાઈ ગયા બાદ ગુનેગારનું એન્કાઉન્ટર થઇ જવાની ઘટના બની છે. એ પછી ક્યારેક યુપીને ધ્રુજાવનારા બાહુબલી ગુનેગારો ખુદ યુપી પોલીસથી ફફડી ઉઠયા છે!


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top