પાકિસ્તાનમાં ગુરુદ્વારા પર હુમલો : ગુરુ ગ્રંથસાહિબના પાનાં ફાડી નંખાયા, દાનપેટીમાંથી દોઢ લાખની

પાકિસ્તાનમાં ગુરુદ્વારા પર હુમલો : ગુરુ ગ્રંથસાહિબના પાનાં ફાડી નંખાયા, દાનપેટીમાંથી દોઢ લાખની ચોરી

12/02/2021 World

SidhiKhabar

SidhiKhabar

પાકિસ્તાનમાં ગુરુદ્વારા પર હુમલો : ગુરુ ગ્રંથસાહિબના પાનાં ફાડી નંખાયા, દાનપેટીમાંથી દોઢ લાખની

સિંધ, પાકિસ્તાન: ભારતના બે પાડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં લઘુમતીઓ સાથે અત્યાચાર થતા હોવાના મામલા અવારનવાર સામે આવતા રહ્યા છે. પાકિસ્તાનમાં કેટલાક હિંદુ મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા તો બાંગ્લાદેશમાં પણ દુર્ગાપૂજા દરમિયાન પંડાલોમાં આગજની અને તોડફોડના બનાવો બન્યા હતા. હવે, પાકિસ્તાનમાં શીખો સાથે અત્યાચાર થઇ રહ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. 


27 નવેમ્બર, શનિવારની ઘટના

પાકિસ્તાનના સિંધ પ્રાંત સ્થિત ગુરુદ્વારા શ્રી ગુરુ હરકૃષ્ણ સાહિબમાં કેટલાક અજાણ્યા લોકોએ ઘૂસી જઈને ઉપદ્રવ મચાવ્યો હતો અને તોડફોડ કરીને દાનપેટીમાંથી દોઢ લાખ રૂપિયા પણ ચોરી લીધા હતા. એટલું જ નહીં, ઉપદ્રવીઓએ શીખ ધર્મના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથસાહિબના પાનાં પણ ફાડી નાંખ્યા હતા. 


પાકિસ્તાનના સિંધ પ્રાંતના કાશમોર જિલ્લામાં આવેલ ગુરુદ્વારામાં શનિવાર 27 નવેમ્બરના દિવસે આ ઘટના બની હતી. આ અંગે ભાજપ નેતા રાજેન્દ્ર મોહન સિંહ ચિન્નાએ જાણકારી આપતા કહ્યું કે, ગુરુદ્વારામાં રાખેલ પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબના પાના ફાડીને જમીન પર ફેલાવી દેવામાં આવ્યા તેમજ ઉપદ્રવીઓએ ગુરુદ્વારાના દાનપાત્રમાંથી દોઢ લાખ રૂપિયા પણ ચોરી લીધા હતા.

તેમણે કહ્યું કે, પાકિસ્તાની પ્રશાસને હજુ સુધી આ મામલે કોઈ ઠોસ પગલા લીધા નથી, તેમજ ઉમેર્યું કે પાકિસ્તાનમાં લઘુમતીઓ અને તેમના પવિત્ર તીર્થસ્થળો બિલકુલ પણ સુરક્ષિત નથી. તેમણે કહ્યું, ‘આ પહેલી ઘટના નથી જ્યારે શીખોના પવિત્ર સ્થળ પર હુમલો થયો હોય. હવે પાકિસ્તાનમાં શીખ ધર્મ સ્થળો પર હુમલાઓ અને તોડફોડ એક દિનચર્યા બની ગઈ છે. 

તેમણે દુનિયાભરના શીખ સમુદાયના લોકો માટે પીડાદાયક ઘટના હોવાનું કહેતા ભારત સરકાર સમક્ષ પાકિસ્તાન સાથે આ અંગે વાતચીત કરવા માટે કહ્યું હતું. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top