બાંગ્લાદેશ: કુરાનના અપમાનની અફવા બાદ દુર્ગા પૂજા પંડાલો પર હુમલા, અનેક હિંદુ મંદિરોમાં તોડફોડ

બાંગ્લાદેશ: કુરાનના અપમાનની અફવા બાદ દુર્ગા પૂજા પંડાલો પર હુમલા, અનેક હિંદુ મંદિરોમાં તોડફોડ

10/14/2021 World

SidhiKhabar

SidhiKhabar

બાંગ્લાદેશ: કુરાનના અપમાનની અફવા બાદ દુર્ગા પૂજા પંડાલો પર હુમલા, અનેક હિંદુ મંદિરોમાં તોડફોડ

ઢાકા: પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર અત્યાચાર કરવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં હિંદુઓના પવિત્ર તહેવાર દુર્ગા પૂજા દરમિયાન મંદિરોમાં તોડફોડ કરવામાં આવી અને ત્યારબાદ રમખાણો ફાટી નીકળ્યા હતા. જેમાં ત્રણ લોકો માર્યા ગયાની તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની ખબર મળી છે. હાલ પરિસ્થતિને કાબુમાં લેવા માટે બાંગ્લા સરકારે અર્ધસૈનિક બળોની ટુકડીઓ તહેનાત કરી દીધી છે.

રિપોર્ટ પ્રમાણે, બુધવારે રાત્રે સોશિયલ મીડિયા ઉપર હિંદુઓ દ્વારા કથિત રીતે કુરાનનું અપમાન કરતી એક ફેસબુક પોસ્ટ વાઈરલ કરવામાં આવી અને ત્યારબાદ ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા અમુક વિસ્તારોમાં આવેલા દુર્ગાપૂજા પંડાલોમાં તોડફોડ શરૂ કરી દેવામાં આવી. જોકે, કમિલા મહાનગર પૂજા કમિટીના મહાસચિવ શિબુ પ્રસાદ દત્તાએ કુરાનનું અપમાન કરવાવાળી વાતનો ઇનકાર કરતા કહ્યું હતું કે જયારે ગાર્ડ ઊંઘી રહ્યો હતો ત્યાર કોઈએ નાનું દિઘીર પારમાં એક દુર્ગા પૂજા મંડપમાં કુરાનની પ્રત રાખી દીધી હતી.


અસામાજિક તત્વોએ તસવીર લઈને વાઈરલ કરી દીધી

અસામાજિક તત્વોએ તસવીર લઈને વાઈરલ કરી દીધી

જિલ્લાના એક અધિકારીએ પણ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે કેટલાક અસામાજિક તત્વોએ તેની તસ્વીરો લીધી અને ત્યારબાદ થોડા કલાકો બાદ ફેસબુક દ્વારા ભડકાઉ તસવીરો સાથે દુષ્પ્રચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયો. તેમણે આ કૃત્યુમાં બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી અને જમાત-એ-ઇસ્લામના કેટલાક કાર્યકરો સામેલ હોવાની આશંકા વ્યક્ત કરી છે.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ઢાકાથી લગભગ 100 કિમી દૂર કમિલા નામના સ્થળે ઈશનિંદાના આરોપ બાદ મંદિરમાં તોડફોડ કરવામાં આવી. આ ઉપરાંત, ચાંદપુરના હાઝીગંજ, ચાત્તોરગ્રામના બાંસખલી અને કોકસ બજારના પેકુઆમાં પણ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ સ્થિતિ વધુ બગડી અને અનેક દુર્ગા પૂજા સ્થળો પર હુમલાઓ થવા માંડ્યા. ત્યારબાદ રમખાણો પણ ફાટી નીકળ્યા જેમાં ત્રણ લોકો માર્યા ગયા અને અનેક લોકો ઘાયલ થયા છે.


માતાજીનું મૂર્તિઓને પણ નુકસાન

માતાજીનું મૂર્તિઓને પણ નુકસાન

કેટલાક પંડાલોમાંથી દુર્ગા માતાજીની મૂર્તિઓ ધ્વસ્ત કરવાના બનાવો પણ બન્યા છે. પોલીસ સ્થિતિને કાબુમાં લેવા પ્રયત્ન કરી રહી છે તેમજ બાંગ્લાદેશના ધાર્મિક મંત્રાલયે પણ આ અંગે એક નોટીસ જારી કરીને જનતાને કાયદો હાથમાં ન લેવા માટે અપીલ કરી છે. અધિકારીઓએ આશ્વાસન આપતા કહ્યું કે કોઈ પણ ગુનેગારને બક્ષવામાં નહીં આવે અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અધિકારીઓને ગુનેગારોને વહેલી તકે ઝડપી પાડવા આદેશ આપ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top