રશિયાની એક યુનિવર્સીટી ઉપર હુમલો, જીવ બચાવવા માટે વિદ્યાર્થીઓએ બારીમાંથી છલાંગ લગાવી; વિડીયો

રશિયાની એક યુનિવર્સીટી ઉપર હુમલો, જીવ બચાવવા માટે વિદ્યાર્થીઓએ બારીમાંથી છલાંગ લગાવી; વિડીયો

09/20/2021 World

SidhiKhabar

SidhiKhabar

રશિયાની એક યુનિવર્સીટી ઉપર હુમલો, જીવ બચાવવા માટે વિદ્યાર્થીઓએ બારીમાંથી છલાંગ લગાવી; વિડીયો

રશિયા: રશિયાના પર્મ શહેરમાં આવેલ એક યુનિવર્સીટી પર હુમલો થયો હતો જેમાં ૮ લોકોને ગોળી વાગતા તેમના મૃત્યુ થયા જ્યારે દસેક લોકોને ઈજા પહોંચી હતી. જોકે, ત્યારબાદ સુરક્ષાબળોએ હુમલાખોરને ઠાર કરી દીધો હતો.

પ્રાથમિક અહેવાલો અનુસાર, એક અજાણ્યા હુમલાખોરે પર્મ યુનિવર્સીટીમાં ઘૂસી જઈને એક ઈમારત ઉપર ગોળીબાર કરવાનો શરૂ કરી દીધો હતો. તે સવારે ૧૧ વાગ્યે અંદર ઘૂસ્યો હતો અને અંધાધૂંધ ગોળી વરસાવવાની શરૂ કરી દીધી હતી. જોકે, તેને ત્યારબાદ ગણતરીની મિનિટોમાં જ પકડીને ઠાર કરવામાં આવ્યો પરંતુ ત્યાં સુધીમાં તેણે પાંચ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા!


વિદ્યાર્થીઓએ જીવ બચાવવા બારીમાંથી છલાંગ લગાવી

હુમલા દરમિયાન પ્રધ્યાપકો અને વિદ્યાર્થીઓએ રૂમમાં બંધ કરી લીધા હતા તેમજ યુનિવર્સીટીએ વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે તેમનામાંથી જેઓ બહાર જઈ શકે તેમ હોય તેઓ નીકળી જાય. કેટલાક વિદ્યાર્થીઓ વર્ગખંડમાં હતા તેમણે ગોળીઓથી બચવા માટે બારીમાંથી નીચે છલાંગ લગાવી હતી.

હુમલાની ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા અને મીડિયામાં વહેતા થયા છે. જેમાંથી રશિયન મીડિયા દ્વારા જારી કરવામાં આવેલા એક વિડીયોમાં દેખાય છે કે હુમલાખોરથી બચવા માટે વિદ્યાર્થીઓ પહેલા અને બીજા માળેથી પણ બારીમાંથી કૂદી રહ્યા હતા. તો કેટલાક જીવ બચાવવા માટે અગાસી પરથી પણ કૂદી પડ્યા હતા.


હુમલાખોર યુનિવર્સીટીનો જ વિદ્યાર્થી

રશિયન ઇન્વેસ્ટીગેટીવ કમિટી નામની એજન્સીએ કહ્યું કે, હુમલાખોર યુનિવર્સીટીનો જ ભૂતપૂર્વ વિદ્યાર્થી હતો. તેની ઉંમર ૧૮ વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. તે બંદૂક લઈને કેમ્પસમાં ઘૂસી આવ્યો હતો. હાલ એજન્સીઓએ આ મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top