‘.. તો આ દિવસે લાલ કિલ્લા પર હુમલો કરવાની હતી પ્લાનિંગ, રેકી પણ કરી લીધી હતી, ડૉ. મુઝમ્મિલે પૂછપરછમાં કર્યો ખતરનાક ખુલાસો
દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પાસે સોમવારે કારમાં થયેલા વિસ્ફોટે બધાને ચોંકાવી દીધા છે. આ ઘટનામાં મૃતકોની સંખ્યા વધીને 13 થઈ ગઈ છે અને હાલમાં 21 ઇજાગ્રસ્ત લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આમાંથી ઘણા લોકોની હાલત ગંભીર છે. પોલીસ અને એજન્સીઓએ અત્યાર સુધીમાં અનેક શંકાસ્પદોની અટકાયત કરી છે. દિલ્હી વિસ્ફોટના 3 મુખ્ય શંકાસ્પદ નામ ડૉ. મુઝમ્મિલ, ડૉ. અદીલ અહમદ ડાર અને ડૉ. ઓમર છે.
બ્લાસ્ટ સમયે ડૉ. ઓમર મરી ગયો હોવાની આશંકા છે, જ્યારે ડૉ..મુઝમ્મિલ અને ડૉ..આદીલ અહમદ ડારને પકડાયા છે. હવે મુઝમ્મિલની પૂછપરછ દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ચોંકાવનારો ખુલાસો એ છે કે આ લોકોએ દિલ્હીના લાલ કિલ્લા પર હુમલાની યોજના બનાવી હતી.
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મુઝમ્મિલની પૂછપરછ દરમિયાન મોટો ખુલાસો થયો છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, ડૉ. મુઝમ્મિલ અને ડૉ. ઉમરે લાલ કિલ્લાની રેકી કરી હતી. જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં તેણે લાલ કિલ્લાની મુલાકાત લીધી હતી. આ માહિતી ડૉ.મુઝમ્મિલના ફોનના ડમ્પ ડેટામાંથી મળી છે. પૂછપરછ દરમિયાન તપાસ એજન્સીને એ પણ જાણવા મળ્યું કે તેમની યોજનાના એક હિસ્સા રૂપે 26 જાન્યુઆરીએ લાલ કિલ્લાને નિશાન બનાવવાની પ્લાનિંગ હતી. તેઓ દિવાળી પર ભીડવાળી જગ્યાઓને પણ નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp