આ પાંચ ચીજોનું સેવન હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ધીમા ઝેર સમાન છે!

આ પાંચ ચીજોનું સેવન હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ધીમા ઝેર સમાન છે!

12/15/2020 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

આ પાંચ ચીજોનું સેવન હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ધીમા ઝેર સમાન છે!

હેલ્થ ડેસ્ક : આજની આધુનિક જીવનશૈલીમાં તણાવ, ડિપ્રેશન અને ઉગ્ર હતાશાનું પ્રમાણ એટલું મોટું છે કે સરેરાશ વ્યક્તિને બ્લડ પ્રેશરની તકલીફ ન ઉદભવે તો જ નવાઈ! અમુક નસીબદાર લોકો સમયસર પગલા લઈને બ્લડપ્રેશરથી છૂટકારો મેળવી લે છે. પરંતુ અમુક લોકોને કાયમ માટે બ્લડપ્રેશર લાગુ પડી જાય છે. એમણે પછી આજીવન દવાઓ ખાઈને બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવું પડે છે.

પહેલા આધેડ અને વૃધ્ધોને સતાવતી આ સમસ્યા હવે યુવાનોમાં પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. જો તમે હાઈ બ્લડ પ્રેશરની તકલીફને કાબૂમાં રાખવા દવા લઇ લઈને કંટાળ્યા હોવ તો થોડું ધ્યાન ડાયેટ, એટલે કે તમારા રોજિંદા આહાર ઉપર પણ આપવું જોઈએ. જો અમુક ચીજોને દુરથી જ નમસ્કાર કરતા શીખી જશો તો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં ઘણે અંશે રાહત મેળવી શકશો.


અથાણું

અથાણું

આપણી સ્વાદપ્રિય ગુજરાતી જીભને અથાણા વિના તો ભોજન અધૂરું લાગતું હોય છે. જુદી જુદી સિઝનના જુદા જુદા અથાણાની આખી શ્રેણી આપણે આરોગતા હોઈએ છીએ. પરંતુ માર્કેટમાં મળતા મોટા ભાગના અથાણાને લાંબો સમય સુધી સુરક્ષિત રાખવા માટે એમાં પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવે છે. પ્રિઝર્વેટિવ તરીકે ક્યારેક મીઠાનો પણ ઉપયોગ થાય છે. આ તમામ પ્રિઝર્વેટિવ્સથી હાઈ બ્લડ પ્રેશરના દર્દીએ દૂર જ રહેવું જોઈએ.


પેક્ડ સૂપ

પેક્ડ સૂપ

આજકાલ દરેક ખાદ્ય પદાર્થ ટીન-પેક સ્વરૂપે બજારમાં મળતો થયો છે. અથાણાની જેમ જ લોકો ટામેટાનું સૂપ પણ બજારમાંથી લાવવાનું પસંદ કરે છે. બીજા પણ અનેક પ્રકારના સૂપ ડબ્બામાં પેક કરીને વેચાણમાં મૂકાય છે અને લોકો હોંશે હોંશે એનું સેવન કરે છે. પરંતુ આ તમામ ટીનપેક્ડ સૂપમાં સોડિયમનું પ્રમાણ ઉંચી માત્રામાં હોય છે. આ સોડિયમ તમારા બ્લડ પ્રેશરને વધારે છે.


ફાસ્ટફૂડ સહિતનો મસાલેદાર ખોરાક

ફાસ્ટફૂડ સહિતનો મસાલેદાર ખોરાક

સ્વાભાવિક છે કે સરેરાશ હિન્દુસ્તાની મસાલેદાર ખોરાકનો શોખીન હોવાનો! વિદેશથી આયાત થયેલી ફાસ્ટફૂડ રેસિપીઝમાં પણ આપણને મસાલાનો એક્સ્ટ્રા તડકો માર્યા વિના ચેન નથી પડતું. આમ તો કોઈ પણ સામાન્ય વ્યક્તિએ એક હદ કરતા વધુ તીખો ખોરાક ખાવાથી દૂર રહેવું જોઈએ. પણ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે તો અતિશય તીખો ખોરાક વર્જ્ય જ ગણવો. કારણકે ભોજનમાં રહેલો વધુ પડતો મસાલો તમારું બ્લડ પ્રેશર વકરાવે છે. વળી આયુર્વેદની દ્રષ્ટિએ પણ તામસી ગણાતો ખોરાક ક્રોધ સહિતની ઉગ્ર લાગણીઓને ભડકાવે છે. અને આવી તમામ બાબતોથી બ્લડ પ્રેશરના દર્દીએ બહુ સાચવવાનું હોય છે.


કૉફી

કૉફી

આજકાલ આધુનિક યુવાવર્ગમાં કૉફી પીવાની ફેશન વધી છે. અનેક ઠેકાણે નવી નવી કોફીશોપ્સ ખૂલી રહી છે. કોઈક વાર આ રીતે કૉફી પીવામાં વાંધો નથી પરંતુ ભારતીય વાતાવરણ મુજબ વધુ પડતી કૉફી લાંબા ગાળે અનેક સમસ્યાઓ નોતરે છે. કોફીમાં મોટા પ્રમાણમાં રહેલું કેફીન બ્લડ પ્રેશરની સમસ્યાને વકરાવે છે!


મીઠું

મીઠું

લાસ્ટ બટ નોટ લીસ્ટ ઇઝ સોલ્ટ. એક માત્રા કરતા વધારે પ્રમાણમાં મીઠાનું સેવન ઝેર ખાવા બરાબર ગણાય! મીઠું સ્વાદ અને શરીર માટે જેટલું જરૂરી છે, એટલું જ નુકસાનકારક બની શકે છે, જો યોગ્ય પ્રમાણ ન જળવાય તો! મીઠાનું વધુ પડતું સેવન ઉચ્ચ રક્તચાપ અને લાંબા ગાળે હૃદયરોગનું કારણ બની શકે છે. ક્યારેક મીઠાના વધુ પડતા સેવનથી સ્ટ્રોક પણ આવી શકે છે. મીઠાનું વધુ પડતું પ્રમાણ લોહીના બંધારણમાં ફેરફાર કરે છે, જે બીજી અનેક સમસ્યાઓની સાથે હાઈ બ્લડ પ્રેશરનું કારણ બને છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top