ડૉક્ટર્સ ડે પર વાઈરલ થયેલ આ ડોક્ટરના ફોટો પર લોકોનું દિલ આવી ગયું, પહેલી ઝલકએ ઈન્ટરનેટ પર મચાવી

ડૉક્ટર્સ ડે પર વાઈરલ થયેલ આ ડોક્ટરના ફોટો પર લોકોનું દિલ આવી ગયું, પહેલી ઝલકએ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ

07/01/2022 Glamour

SidhiKhabar

SidhiKhabar

ડૉક્ટર્સ ડે પર વાઈરલ થયેલ આ ડોક્ટરના ફોટો પર લોકોનું દિલ આવી ગયું, પહેલી ઝલકએ ઈન્ટરનેટ પર મચાવી

ફિલ્મ 'ડૉક્ટર જી'માંથી આયુષ્માન ખુરાનાનો નવો લુક સામે આવ્યો છે. આ તસવીરમાં આયુષ્માન ખુરાના ડોક્ટરના લુકમાં જોવા મળી રહ્યો છે. અભિનેતાની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. અનુભૂતિ કશ્યપ દ્વારા દિગ્દર્શિત, આ કેમ્પસ કોમેડી-ડ્રામામાં આયુષ્માન પ્રથમ વખત રકુલ પ્રીત સિંહ અને પીઢ અભિનેત્રિ શેફાલી શાહ સાથે ગાયનેકોલોજિસ્ટની ભૂમિકામાં જોવા મળશે. આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ 'ડૉક્ટર જી'માંથી તેની એક તસવીર સામે આવી રહી છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. આ તસવીરમાં આયુષ્માન ખુરાના ડોક્ટરના ડ્રેસમાં જોવા મળી રહ્યો છે. આયુષ્માન ખુરાનાએ આજે ​​ડોક્ટર્સ ડેના આ ખાસ અવસર પર ફિલ્મની પોતાની તસવીર ચાહકો વચ્ચે શેર કરી છે.


જુઓ આયુષ્માન ખુરાનાની તસવીર

જુઓ આયુષ્માન ખુરાનાની તસવીર

ફિલ્મમાં આયુષ્માન ખુરાનાના પાત્રની નવી તસવીર સાથે 'ડૉક્ટર જી'ના નિર્માતાઓ આ દિવસે ડૉક્ટર ડેની ઉજવણી કરવાના મૂડમાં દેખાયા હતા. આ ફિલ્મ આયુષ્માન ખુરાનાની બહુપ્રતિક્ષિત ફિલ્મોમાંથી એક છે. ડોક્ટર જી ઉપરાંત, જંગલી પિક્ચર્સ 2022 માટેની મૂવીઝની રોમાંચક સૂચિ સાથે તૈયાર છે, જેની શરૂઆત વો લડકી હૈ કહાં?, ડોસા કિંગ, ઉલાજ અને ક્લિક શંકરથી થાય છે.


વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આયુષ્માન છેલ્લે અનુભવ સિન્હાની ફિલ્મ 'અનેક'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તે પોલીસની ભૂમિકામાં હતો. અલગ-અલગ ફિલ્મો કરવા માટે જાણીતા, આયુષ્માન ખુરાના અગાઉ અનુભવ સિન્હા સાથે આર્ટિકલ 15માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં આયુષ્માન IPS ઓફિસરની ભૂમિકામાં હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top