ટીમ ઇન્ડિયાના મિશન વર્લ્ડ કપને ફટકો! ઇજાગ્રસ્ત જસપ્રિત બુમરાહ વર્લ્ડ કપ ટીમમાંથી થયો આઉટ

ટીમ ઇન્ડિયાના મિશન વર્લ્ડ કપને ફટકો! ઇજાગ્રસ્ત જસપ્રિત બુમરાહ વર્લ્ડ કપ ટીમમાંથી થયો આઉટ

09/29/2022 Sports

SidhiKhabar

SidhiKhabar

ટીમ ઇન્ડિયાના મિશન વર્લ્ડ કપને ફટકો! ઇજાગ્રસ્ત જસપ્રિત બુમરાહ વર્લ્ડ કપ ટીમમાંથી થયો આઉટ

ભારતીય ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની T20I શ્રેણી રમી રહી છે. ભારતીય ટીમે આ શ્રેણીની પ્રથમ મેચ 8 વિકેટે જીતી લીધી હતી. બીજી તરફ બીજી મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાની નજર હવે સિરીઝ જીતવા પર રહેશે. પરંતુ બીજી મેચ પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે આ આખી શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. એટલું જ નહીં, આ બોલર ટી-20ની દુનિયામાંથી પણ બહાર છે તે લગભગ નિશ્ચિત છે.


જસપ્રીત બુમરાહ લાંબા સમયથી પોતાની ઈજા સામે ઝઝૂમી

જસપ્રીત બુમરાહ લાંબા સમયથી પોતાની ઈજા સામે ઝઝૂમી

જસપ્રીત બુમરાહ લાંબા સમયથી પોતાની ઈજા સામે ઝઝૂમી રહ્યો છે. પીઠમાં સમસ્યા અને દુખાવાના કારણે તે નિયમિત ક્રિકેટ રમી શક્યો નથી. તાજેતરમાં જ બુમરાહે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં પુનરાગમન કર્યું હતું. ત્રણ મેચની આ શ્રેણીમાં બુમરાહે છેલ્લી બે મેચ રમી હતી. જ્યાં તેની જોરદાર બોલિંગે ભારતીય ચાહકોની આશાઓ જગાડી હતી. પરંતુ સાઉથ આફ્રિકા સામેની પ્રથમ T20માં બુમરાહ પીઠમાં સતત દુખાવાના કારણે રમી શક્યો ન હતો. હવે સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, બીસીસીઆઈના એક સૂત્રએ સ્પષ્ટ કહ્યું છે કે બુમરાહ વર્લ્ડ કપ રમી શકશે નહીં. જોકે, BCCIએ હજુ સુધી સત્તાવાર નિવેદન આપ્યું નથી.


ડેથ ઓવરમાં ભારતીય બોલરોની સમસ્યાને જોતા બુમરાહનું આ રીતે ઇજાગ્રસ્ત થઇ બહાર થઇ જવાથી મિશનને ફટકો પડશે. આ પહેલા એશિયા કપમાં પણ બુમરાહ ટીમની બહાર હતો અને તેને લીધે ભારતીય બોલિંગ યુનિટ નબળી સાબિત થતાં શ્રીલંકા અને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top