ચુંટણી પહેલા ગાંધીના ગુજરાતમાં થઈ દારુની રેલમછેલ- લાખોના મુદ્દામાલ સહિત બુટલેગરો ઝડપાયા

ચુંટણી પહેલા ગાંધીના ગુજરાતમાં થઈ દારુની રેલમછેલ- લાખોના મુદ્દામાલ સહિત બુટલેગરો ઝડપાયા

12/14/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ચુંટણી પહેલા ગાંધીના ગુજરાતમાં થઈ દારુની રેલમછેલ- લાખોના મુદ્દામાલ સહિત બુટલેગરો ઝડપાયા

દારૂબંધી હોવા છતાં અવારનવાર ગાંધીના ગુજરાતમાં ખુબ મોટાપાયે દારુની હેરાફેરી કરતા બુટલેગરોની અટકાયત કરવામાં આવતી હોય છે ત્યારે હાલમાં ગ્રામપંચાયતની ચુંટણી અગાઉ જ દારુની હેરાફેરીના સમાચાર સામે આવ્યા છે.

વડોદરા જિલ્લામાં પોલીસ દ્વારા એકસાથે બે અલગ-અલગ સ્થળે દારૂનો જથ્થો ભરેલી બે આઇસર ગાડી પકડી પાડવામાં આવી હતી. પોલીસ દ્વારા હાલોલ-વડોદરા રોડ પર આમલીયારા તથા આસોજ પાસેથી બે ગાડીમાં છુપાવીને લઇ જવામાં આવતા 27.15 લાખ રૂપિયાની કિંમતના દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આની સાથે જ પોલીસ દ્વારા દારૂના જથ્થા સહિત કુલ 43.88 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે કરીને ત્રણ શખસોની અટકાયત કરી લેવામાં આવી છે.


ગાડીમાંથી 19.15 લાખ રૂપિયાની કિંમતનો દારૂ ઝડપાયો:

ગાડીમાંથી 19.15 લાખ રૂપિયાની કિંમતનો દારૂ ઝડપાયો:

વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, આ સમયે દારૂનાં જથ્થાથી ભરેલ એક આઇસર ગાડી હાલોલ રોડ થઇને વડોદરા બાજુ જનાર છે તેવી બાતમી મળતા પોલીસ દ્વારા મળેલ બાતમીને આધારે આમલીયારા ગામના બસ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવી દેવામાં આવી હતી.

મળેલ બાતમી મુજબની ગાડી આવતા જ તેને અટકાવીને તપાસ કરતા કુલ 19.15 લાખ રૂપિયાની કિંમતની દારૂની 4,788 બોટલો મળી આવી હતી. આ અંગે ડ્રાઇવર જલારામ ઘીમારામ બિશ્નોઇ(રહે.અલીવાવ, તા.સાંચોર, રાજસ્થાન)ની અટકાયત પણ કરવામાં આવી હતી.


LCBએ આગળની તપાસ હાથ ધરી:

પોલીસે ડ્રાઇવરની અટકાયત કર્યાં પછી પૂછપરછ કરતા દારૂનો જથ્થો સાંચોર તાલુકામાં આવેલ બાવેલ્લામાં રહેતા હીરાલાલ ભક્તારામ બિશ્નોઇએ આપ્યો હોવાની કબુલાત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા દારૂનો જથ્થો, એક મોબાઇલ તેમજ ગાડી મળીને એમ કુલ 27.25 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો હતો. ડ્રાઇવર પાસેથી મળેલ ગાડીમાં એશિયન પેઇન્ટના ડબ્બા ભર્યાં હોવાનો ઉલ્લેખ કરાયો હતો. આ અંગે તાલુકા પોલીસમાં ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.


આઇસર ટેમ્પોમાંથી 8 લાખની કિંમતનો દારૂ ઝડપાયો:

આઇસર ટેમ્પોમાંથી 8 લાખની કિંમતનો દારૂ ઝડપાયો:

આની ઉપરાંત અન્ય એક ઘટનામાં હાલોલ-વડોદરા રોડ પર આસોજ ગામ નજીક મળેલ બાતમીને આધારે વોચ ગોઠવતા એક આઇસર ટેમ્પોને અટકાવી તપાસ કરતા ટેમ્પામાં લક્ઝરી બસની ખુરશીઓ ભરેલી મળી આવી હતી.

આ ખુરશીઓને સાઇડ પર કરીને તપાસ કરતા અંદર દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસ દ્વારા 8 લાખ રૂપિયાની કિંમતની દારૂની કુલ 8,016 બોટલો કબજે કરીને ગાડીના ચાલક રવિન્દ્ર ધૂપસિંહ જાટ(રહે.નાવાસ, રાજસ્થાન) તેમજ લાલારામ બત્તીરામ મીના(રહે.પ્રતાપનગર સેક્ટર-11, જયપુર, રાજસ્થાન)ની અટકાયત કરવામાં આવી હતી.

બાદમાં બંનેની પૂછપરછ કરતા દારૂનો જથ્થો હરિયાણામાં રહેતા નિરવ શર્મા નામના શખસે ભરી આપ્યો હોવાની કબૂલાત પણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કુલ રૂ.16.63 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને આ અંગે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top