જાણો કોળું ખાવાથી થતા જાદુઈ ફાયદા, કેવીરીતે ખાવાથી થઈ શકે છે વજન ઓછું...

જાણો કોળું ખાવાથી થતા જાદુઈ ફાયદા, કેવીરીતે ખાવાથી થઈ શકે છે વજન ઓછું...

09/15/2021 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

જાણો કોળું ખાવાથી થતા જાદુઈ ફાયદા, કેવીરીતે ખાવાથી થઈ શકે છે વજન ઓછું...

આમ તો કોળાનું નામ સંભાળીને લોકો કંઈ અલગ જ પ્રતિભાવ આપે છે, જેમને એ ખાવાનું પસંદ નથી તે લોકો કોળાનું નામ સાંભળતા જ મોઢું ચઢાવે છે. ઘણાં લોકો પોતાની અલગ અલગ માન્યતાને આધારે કોળું ખાવાનું પસંદ નથી કરતાં. કોઈ ભલે ગમે તે કારણથી કોળું ખાવાથી બચતું હોય, પણ એના ફાયદા જાણ્યા પછી લોકો અચૂક એને ખાવાનું પસંદ કરશે.

કોળામાં કેલેરી ની માત્રા તો ઓછી છે જ, એ સાથે તેમાં મિનરલ્સ (minerals) અને વિટામીન (vitamin) ભરપુર માત્રા માં છે. તે બીટા કૈરોટીન નો મોટો સ્રોત છે, એક કૈરોટીનોઈડ જેને આપણું શરીર વિટામીન એ માં રૂપાંતર કરે છે.


ચાલો જાણીએ કોળું ખાવાથી થતા અદભૂત ફાયદા:

ચાલો જાણીએ કોળું ખાવાથી થતા અદભૂત ફાયદા:

૧) કોળા માં એન્ટી ઓક્સીડેન્ટ આલ્ફા કૈરોટીન, બીટી ક્રીપ્ટોકસૈન્થીન વગેરે હોય છે, જે કોશિકાઓનાં મુક્ત કણોથી થતા નુકશાનથી બચાવી શકે છે.

૨) કોળા માં વિટામીન એ અને વિટામીન સીની માત્રા વધારે પ્રમાણમાં હોય છે, એ આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં ખુબ મદદરૂપ થાય છે. તેમાં રહેલા વિટામીન ઈ, લોહતત્વ (iron) અને ફોલેટ રોગપ્રતિકારક (immunity) શક્તિને મજબુત કરી શકે છે.

૩) કોળામાં વિટામીન એ, લ્યુટીન અને જેક્સૈથીન હોય છે, જે ઉંમર વધવાની સાથે થતી આંખ (eye) ની ખામીને દૂર છે.

૪) મુખ્ય કારણ તો કોળા માં હાજર રહેલ ફાઈબર અને વિટામીન છે જે વજન ઓછું (weight loss) કરવા મદદ કરે છે, સાથે સાથે તે ત્વચાને (skin) તંદુરસ્ત (healthy) અને ચમકીલી રાખે છે.


કોળું નાં બીજ ખાવાથી પણ અનેકગણા ફાયદા થાય છે.

કોળું નાં બીજ ખાવાથી પણ અનેકગણા ફાયદા થાય છે.

કોળુંના બીજમાં ઝીંક ભરપુર માત્રા માં જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિ ને મજબુત કરી પ્રજનન ક્ષમતાને વધારે છે. એના બીજમાં  મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, ઝીંક, ફાઈબર અને સેલેનિયમ વગેરે હોય છે. સેલેનિયમ એન્ટી ઓક્સીડેન્ટનું (anti oxidant) કામ કરે છે, જે શરીર ને ફ્રી સેલ ડેમેજથી બચાવે છે. સેલેનિયમ પુરુષોને પ્રોસ્ટ્રેટ કેન્સરથી પણ બચાવે છે.

૧) કબજીયાતથી (constipation) પરેશાન લોકો રોજ કોળાના બીજ નું સેવન કરી શકે છે. તેના બીજમાં ફાઈબર (fiber) હોય છે, જે પાચનતંત્રને (digestive system) મજબુત કરે છે અને સાથે સાથે કબજીયાતથી રાહત અપાવે છે.

૨) કોળાના બીજ પ્રોસ્ટ્રેટ નાં સ્વાસ્થ્ય માટે ખુબ સારું સપ્લીમેન્ટ છે, જે BPH Enlarged Prostrate ને ઠીક કરવાનું કામ કરે છે.

૩) કોળાનાં બીજ આતરડામાં જોવા મળતા  કરમિયાં, પેટમાં થતા લાંબા ચપટા કૃમિ. ને ખત્મ કરે છે.

૪) તે ગરમ હોવાથી કફ (cough) દૂર કરી શરીર ને ઇન્ફેક્શનથી (infection) બચાવે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top