ખીલ, કબજીયાત અને વેઈટલોસથી માંડીને હૃદયરોગ સુધીની અનેક બાબતોમાં ઉપયોગી મૂળાના આ ફાયદાઓ જાણો છો?

ખીલ, કબજીયાત અને વેઈટલોસથી માંડીને હૃદયરોગ સુધીની અનેક બાબતોમાં ઉપયોગી મૂળાના આ ફાયદાઓ જાણો છો?

12/03/2020 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

ખીલ, કબજીયાત અને વેઈટલોસથી માંડીને હૃદયરોગ સુધીની અનેક બાબતોમાં ઉપયોગી મૂળાના આ ફાયદાઓ જાણો છો?

મૂળાને આપણે જોઈએ એવા માન-પાન નથી આપતા. માન તો છોડો, મૂળા જેઈ ચમત્કારિક ચીજ તરફ આપણું ધ્યાન પણ ભાગ્યે જ જાય છે. ઘરમાં જો મૂળાનું શાક બન્યું હોવાનું ખબર પડે તો મોટા ભાગના સભ્યોને નાકનું ટીચકું ચડી જતું હોય હોય છે.

મૂળા પ્રત્યેના આપણા ભેદભાવ ભરેલા વર્તનનું કારણ કદાચ મૂળાનો સ્વાદ છે. કેટલાક એને ગેસ ટ્રબલનું કારણ માને છે, અને તેથી જ એના ઉપર જોક્સ પણ બનતા રહે છે. પણ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. હકીકતે મૂળો તમારા પેટનો કચરો સાફ કરે છે અને એ સિવાય બીજા અનેક રોગોને દૂર રાખીને તંદુરસ્તી બક્ષે છે.

મૂળામાંથી શું મળે એવું જો કોઈ પૂછે તો લાંબુ લિસ્ટ હાજર છે. પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામીન સી, વિટામીન બી-૬, વિટામીન એ, વિટામીન કે... વગેરે અનેક પોષકતત્વો મૂળામાં મોજૂદ હોય છે.

હવે જોઈએ મૂળો ખાવાથી થતાં લાભો.


કબજીયાત મટાડે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે :

કબજીયાત મટાડે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે :

મૂળામાં ફાઈબર સારા પ્રમાણમાં હોય છે. આથી તે પેટ સાફ એકરે છે અને કબજીયાત મટાડે છે. સાથે જ તે આંતરડાની હિલચાલનું સંચાલન કરવામાં મદદરૂપ થાય છે. આથી તમારી ચયાપચયની પ્રક્રિયા પણ ઝડપી બને છે.

સદીઓથી ભારતીય સંસ્કૃતિ અને આયુર્વેદમાં રોગપ્રતિકારક શક્તિ ઉપર બહુ બહાર મુકવામાં આવ્યો છે. પણ કમનસીબે આપણે ભારતીયોએ જ એ તરફ બહુ ધ્યાન નથી આપ્યું. પરંતુ કોરોના મહામારીને પગલે હવે લોકોને રોગપ્રતિકારક શક્તિનું મહત્વ સમજાતું થયું છે. મૂળામાં રહેલું વિટામીન સી તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.


કેન્સર અને ડાયાબિટીસ :

કેન્સર અને ડાયાબિટીસ :

મૂળામાં રહેલા ફોલિક એસિડ, વિટામીન સી અને એન્થોકાઈનીન કેન્સર સામેની લડતમાં મદદરૂપ થાય છે. આથી મોઢું, આંતરડા, કીડની કે પછી પેટના કોઈ અવયવના કેન્સર સામે લડવામાં મૂળો ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

બેઠાડું અને અવ્યવસ્થિત લાઈફ સ્ટાઈલને કારણે સુગર અને ડાયાબિટીસ આજના સમયની એક મોટી સમસ્યા બની ચૂક્યા છે. મૂળાનો ગ્લાઈસેમિક ઇન્ડેક્સ ઓછો છે અને રોજ સવારે જમતી વખતે મૂળો ખાવાથી ડાયાબિટીસથી ઘાને અંશે છૂટકારો મળી શકે છે.


શરદી-ખાંસી-ખીલ અને બીજી સમસ્યાઓ :

શરદી-ખાંસી-ખીલ અને બીજી સમસ્યાઓ :

શાક જો ન ભાવતું હોય, તો સલાડમાં ય થોડો મૂળો ખાઈ લેવાથી શરદી સામે રક્ષણ મળે છે. હરસ જેવી બીમારીમાં પણ મૂળાની ભાજીનું શાક ખાવાથી ફાયદો થાય છે. અડધો ગ્લાસ મૂળાનો રસ પીવાથી પેશાબની બળતરા અને દુખાવામાં રાહત થાય છે.

આ સિવાય ખીલની સમસ્યામાં પણ મૂળો ફાયદાકારક છે. મૂળાના ટુકડાને ગોળ કાપીને ખીલ ઉપર લગાવો અને સુકાઈ હીં જાય ત્યાં સુધી મૂકી રાખો. થોડી વાર બાદ ઠંડા પાનીએ મોઢું ધોઈ નાખો. થોડા દિવસ આ રીતે કરવાથી ફરક દેખાશે. વિટામીન સી, ઝિંક, બી કોમ્પ્લેક્સ જેવા તત્વોને કારણે મૂળો ખીલની સમસ્યામાં ઉપકારક સાબિત થઇ શકે છે.


ઊંઘ, વેઈટલોસ અને પાયેરિયામાં ઉપયોગી :

ઊંઘ, વેઈટલોસ અને પાયેરિયામાં ઉપયોગી :

થાક દૂર કરવામાં અને સરી ઊંઘ લાવવા માટે મૂળો ફાયદાકારક સાબિત થાય છે. મૂળાના રસમાં પ્રમાણસર લીંબુ અને મીઠું મિક્સ કરીને પીવાથી વેઈટલોસ કરવામાં સરળતા રહે છે. વળી મૂળો ભૂખ ઠારે છે. આથી વારે વારે ખા-ખા કરવાની પ્રવૃત્તિ પર રોક લાગે છે.

આ ઉપરાંત પાયેરિયા જેવા દાંતના રોગમાં પણ મૂળો ઉપયોગી છે. પાયેરિયાના દર્દીએ દિવસમાં બે-ત્રણ વાર મૂળાના રસથી કોગળા કરવા જોઈએ. દાંત અને પેઢા પર મૂળાનો રસ ઘસવાથી ફાયદો થાય છે. આ સિવાય મૂળો ચાવીને ખાવાથી પણ દાંત અને પેઢાની બીમારીથી છૂટકારો મળે છે.  


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top