ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાવિના પટેલે ભારત માટે પ્રથમ મેડલ જીત્યું, ગુજરાત સરકારની ઇનામની જાહેરા

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાવિના પટેલે ભારત માટે પ્રથમ મેડલ જીત્યું, ગુજરાત સરકારની ઇનામની જાહેરાત

08/29/2021 Sports

SidhiKhabar

SidhiKhabar

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાવિના પટેલે ભારત માટે પ્રથમ મેડલ જીત્યું, ગુજરાત સરકારની ઇનામની જાહેરા

સ્પોર્ટ્સ ડેસ્ક: ગુજરાતની ભાવિના પટેલે (Bhavina Patel) ટોક્યો પેરાલિમ્પિક્સની (Tokyo Paralympics) ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ (Silver Medal) જીત્યું છે. ભાવિના ટેબલ ટેનિસ ક્લાસ-4 કેટેગરીની ફાઈનલમાં પહોંચી હતી. જોકે, આ મેચમાં તે જીતી ન શકતા ગોલ્ડ મેડલ ચુકી ગઈ હતી પરંતુ સિલ્વર મેડલ તેણે પોતાને નામ કરી લીધો હતો.

ફાઇનલમાં ભાવિનાને વિશ્વની નંબર વન ચીની ખેલાડી યિંગ ઝોઉ સામે 7-11, 5-11, 6-11થી હારનો સામનો કરવો પડ્યો હતો. હાલ ચાલી રહેલ પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનું આ પહેલું મેડલ છે.

ભાવનાબેને પ્રથમ ગેમમાં ઝોઉ યિંગને સારી લડત આપી હતી પરંતુ બે વખત ચીન તરફથી ભૂતપૂર્વ સુવર્ણ ચંદ્રક જીતી ચૂકેલ ઝોં યિંગે એક વખત લય મેળવી લીધા બાદ ભાવિનાને વાપસીની કોઈ તક ન આપી અને મેચ જીતી લીધી હતી અને ગોલ્ડ મેડલ મેળવ્યું હતું.

ભારતીય ખેલાડીને ફાઇનલમાં માત્ર 19 મિનિટમાં હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તેની સાથે તે ચાલી રહેલી પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતને પ્રથમ મેડલ અપાવવામાં સફળ રહી હતી. ભાવિના આ સપ્તાહની શરૂઆતમાં તેમની પ્રથમ ગ્રુપ મેચમાં પણ ઝોઉ સામે હારી ગયા હતા. ત્યારબાદ આજે ફાઈનલમાં પણ તેની સામે જ મુકાબલો થયો હતો.

માત્ર 12 મહિનાની ઉંમરે પોલિયોનો ભોગ બનેલી ભાવિના પટેલે શનિવારે સેમિફાઇનલમાં ચીનની વિશ્વની ત્રીજા નંબરની ખેલાડી મિયાઓ ઝાંગને 7-11 11-7 11-4 9-11 11-8 થી હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી. શુક્રવારે ક્વાર્ટર ફાઇનલમાં ભાવિનાએ રિયો પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા અને વિશ્વના બીજા નંબરના સર્બિયાના બોરીસ્લાવા પેરીચ રાન્કોવીને હરાવીને મેડલ મેળવી ઇતિહાસ રચ્યો હતો.

રાજ્ય સરકારે પુરસ્કારની ઘોષણા કરી

ગુજરાત સરકારે રાજ્ય અને દેશનું ગૌરવ વધારનાર દીકરીને સન્માનિત કરવા માટે 3 કરોડનો પુરસ્કાર આપવાનું એલાન કર્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસ રમતમાં આગવી સિદ્ધિ મેળવી રાજ્ય અને દેશનું ગૌરવ વધારનાર દીકરી ભાવિના પટેલને અભિનંદન પાઠવી 3 કરોડ પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી.

રાજ્ય સરકારના ખેલ મંત્રીએ એક મીડિયા ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ગુજરાતની દીકરીએ દેશનું નામ રોશન કર્યું છે.  ગુજરાતનું ગૌરવ વધાવનાર દીકરી ભાવિના પટેલને રાજ્ય સરકાર સન્માનિત કરશે. ગુજરાત સરકાર ભાવિના પટેલે સિલ્વર મેડલ જીતતા 3 કરોડની રાશિ આપશે. સાથે જ તેમને કેટેગરી પ્રમાણે સરકારી નોકરી પણ અપાશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top