મહિલાને ડાકણ જણાવી ભૂવાએ પરિવારજનોને ઉશ્કેર્યા, પછી ભુવા સાથે એવું થયું કે મહિલાને ડાકણ કહેવું

મહિલાને ડાકણ જણાવી ભૂવાએ પરિવારજનોને ઉશ્કેર્યા, પછી ભુવા સાથે એવું થયું કે મહિલાને ડાકણ કહેવું ભારે પડી ગયું

06/17/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

મહિલાને ડાકણ જણાવી ભૂવાએ પરિવારજનોને ઉશ્કેર્યા, પછી ભુવા સાથે એવું થયું કે મહિલાને ડાકણ કહેવું

પોરબંદર ડેસ્ક : સોઢાણાના વજિયભાઈ અરભમભાઈ કારાવદરાની પત્ની રેખાની તબિયત નરમ ગરમ રહેતી હતી અને રામ લખમણભાઈ કારાવદરના પરિવારના સભ્યમાં પણ એ જ પ્રકારે બીમારી રહેતી હોવાથી તેઓ બોરિચા ખાતે રહેતા એક ભુવા પાસે દાણાં જોવડાવવા ગયા હતા. બંને પરિવારના સભ્યો બીમારી વિશે જણાવ્યુ હતં. જેથી ભુવાએ દાણા જોયા બાદ એવું જણાવ્યું હતું કે, તમારા પરિવાવરા સભ્યોની બીમારી પાછળ તમાર જ સંબંધી મહિલા જવાબદાર છે


રોગ મટાડવા માટે દાણા જોવડાવવા ગયા હતા.

રોગ મટાડવા માટે દાણા જોવડાવવા ગયા હતા.

પોરબંદરમાં ગ્રામ્ય પંથકમાં રોગ મટાડવા માટે દાણાં જોનાર એક ભુવાની ધતિંગ લીલાનો પર્દાફાશ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સોઢાણાના વજિયભાઈ અરભમભાઈ કારાવદરાની પત્ની રેખાની તબિયત નરમ ગરમ રહેતી હતી અને રામ લખમણભાઈ કારાવદરના પરિવારના સભ્યમાં પણ એ જ પ્રકારે બીમારી રહેતી હોવાથી તેઓ બોરિચા ખાતે રહેતા એક ભુવા પાસે દાણાં જોવડાવવા ગયા હતા.


બંને પરિવારે બીમારી વિષે જણાવ્યુ

બંને પરિવારે બીમારી વિષે જણાવ્યુ

બંને પરિવારના સભ્યો બીમારી વિશે જણાવ્યુ હતં. જેથી ભુવાએ દાણા જોયા બાદ એવું જણાવ્યું હતું કે, તમારા પરિવાવરા સભ્યોની બીમારી પાછળ તમાર જ સંબંધી મહિલા જવાબદાર છે. તમને કોની સાથે બનતું નથી? તેવું પૂછતાં આ પરિવારે સોઢાણા ગામે રહેતા સંતોકબેન લાખાભાઈ કારાવદરા સાથે ભળતું નહીં હોવાનું જણાવ્યું હતું જેથી ભુવા કાના ઓડેદરાએ દાણા જોવાનો ડોળ કર્યા બાદ મહિલા સંતોકબેન કારાવદારા ઉપર ડાકણ હોવાનો આરોપ લગાવ્યો હતો અને તેમણે જ તમારા ઘરમાં કંઈક કરી મૂક્યું છે તેમ જણાવી પરિવારના સભ્યોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો.


ભુવાની વાત સાચી માની ગામમાં ડાકણ ની અફવા ફેલાવી,

ભુવાની વાત સાચી માની ગામમાં ડાકણ ની અફવા ફેલાવી,

ભુવાના કહેવા પર સાચું માનીને વિજય અરભમ કારાવદરા અને રામ લખમણ કારાવદરા મધરાતે સંતોકબેન કારાવદરાના ઘરે ઘસી ગયા હતા અને ધમકી આપીને તે ડાકણી છે અને તેના કારણે જ આવું થયું છે તેમ જણાવ્યું હતું અને એટલું જ નહીં પરંતુ આ પરિવારની અન્ય મહિલાઓ રાંભીબેન, રૂડીબેન વગેરેએ પણ ગામમાં અપપ્રચાર શરૂ કર્યો હતો કે સંતોકબેન ડાકણ છે. જો કે, રાજકોટની સ્વૈચ્છિક સંસ્થાએ પોલીસની મદદથી ભુવાની ધતિંગ લીલાનો પર્દાફાશ કર્યો હતો. ત્યારબાદ પોલીસની હાજરીમાં ભુવાને માફી માંગવી પડી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top