BIG BREAKING: ફાયર બ્રાન્ડ નેતા નવજોત સિંહ સિદ્ધુને રોડ રેઝ કેસમાં ભરાયા, સુપ્રીમ કોર્ટે ફટકારી એક વર્ષની સજા
ફાયર બ્રાન્ડ નેતા (Fire brand leader) નવજોત સિંહ સિદ્ધુને (Navjot Singh Sidhu) મોટો ઝટકો લાગ્યો છે. રોડરેઝ કેસમાં સુપ્રીમ કોર્ટે એક વર્ષની સજા ફટકારી છે. આ રોડ રેજ કેસ 1988નો છે. આ મામલે નવજોત સિંહ સિદ્ધુને અગાઉ રાહત મળી હતી. પરંતુ રોડ રેજમાં (Road Rage) મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારે રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. હવે તેની સુનાવણી કરતી વખતે સિદ્ધુને એક વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.
27 ડિસેમ્બર 1988ની સાંજે સિદ્ધુ તેના મિત્ર રુપિન્દર સિંહ સંધુ સાથે પટિયાલાના શેરાવલે ગેટના બજારમાં પહોંચ્યા. આ જગ્યા તેમના ઘરથી 1.5 કિમી દૂર છે. તે સમયે સિદ્ધુ ક્રિકેટર હતો. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ થયાને માત્ર એક વર્ષ થયું હતું. તે જ માર્કેટમાં કાર પાર્કિંગને લઈને 65 વર્ષીય ગુરનામ સિંહ સાથે તેની દલીલ થઈ હતી. મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. સિદ્ધુએ ગુરનામ સિંહને ઘૂંટણિયે પછાડ્યો. ત્યારપછી ગુરનામ સિંહને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું મૃત્યુ થયું. અહેવાલો આવ્યા હતા કે ગુરનામ સિંહનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું.
રોડ રેજ કેસમાં નવજોત સિંહ સિદ્ધુને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે એક વર્ષની સજા ફટકારી છે. આ રોડ રેઝ કેસ 1988નો છે. આ મામલે નવજોત સિંહ સિદ્ધુને અગાઉ રાહત મળી હતી. પરંતુ રોડ રેઝ માં મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારે રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. હવે તેની સુનાવણી કરતી વખતે સિદ્ધુને એક વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp